લખતરના રાજમહેલમાં તસ્કરો ત્રાટક્યા ૯ જેટલી સોનાની વાંસળીઓની ચોરી

બે બુકાનીધારી શખ્સો રાજમહેલની હવેલીમાં પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર ખાતે આવેલ રાજમહેલની ઠાકોરજીની હવેલીમાં અવાર-નવાર ચોરીના બનાવો અગાઉ પણ બની ચુક્યાં છે ત્યારે સતત ત્રીજી વખત ઠાકોરજીની હવેલીમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે લખતર પોલીસ મથકે ઠાકોર પરિવારના બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ખાતે આવેલ રાજમહેલમાં છેલ્લા બે વર્ષમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો હતો જેમાં રાજમહેલમાં આવેલ શ્રીનાથજીની હવેલીમાં તસ્કરો દ્વારા મોડીરાત્રે ચોરી કરવાના ઈરાદે હવેલીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતાં અને રાજમહેલના ખાનગી સીક્યોરીટી એજન્સીના સીક્યોરીટી ગાર્ડ પર હુમલો કરી મુંઢ માર મારી નાસી છુટયાં હતાં.

જ્યારે આ બનાવની જાણ થતાં સીક્યોરીટી કંપનીના સંચાલકો તેમજ લખતર ઠાકોર સાહેબ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને રાજમહેલના સીસીટીવી કુટેજ ચેક કરતાં તેમાં રાત્રીના સમયે અંદાજે બે જેટલાં તસ્કરો ગેરકાયદેસર હવેલીમાં પ્રવેશ્યા હતાં તસ્કરો સીસીટીવી કેમેરા સાથે ચેડા કરતાં પણ નજરે પડયાં હતાં આથી લખતર પીએસઆઈ એચ.એમ.રબારી સહિતના સ્ટાફે સીસીટીવી કુટેજના આધારે વધુ તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લખેનીય છે..