કચ્છના હરામીનાળા પાસેથી પાકિસ્તાની 9 બોટ પકડાઈ

BSF ને જોઈ બોટ છોડી ભાગેલા પાકિસ્તાની નાગરિકોની શોધખોળ

કચ્છના હરામીનાળામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન બીએસએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી ટીમને બપોરે 3 પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ ભાગી ગયેલા માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમને સાંજે વધુ છ પાકિસ્તાની બોટ હાથ લાગી હતી. જોકે કોઇ માછીમાર ન મળતા તેની શોધખોળ હાથ હાથધરી છે. બીએસએફની ટીમ ગઈ કાલે સાંજ સુધીમાં પાકિસ્તાનની કુલ 9 બોટ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.વિગતો મુજબ ગઈકાલે બપોરે બી.એસ.એફની ટુકડી પેટ્રોલિંગમાં હતી.

ત્યારે હરામીનાળામાં પાકિસ્તાની બોટો અને કેટલાક માછીમારોની હરકત જોવા મળી હતી. પેટ્રોલિંગ ટુકડી તુરંત સ્થળ પર પહોંચી હતી. જ્યાં હરામીનાળામાંથી ત્રણ પાકિસ્તાની માછીમાર બોટને જપ્ત કરી હતી. પરંતુ બી એસ એફ પેટ્રોલિંગ દળને પોતાની તરફ આવતા જોઇ પાકિસ્તાની માછીમાર બોટો મુકીને ભાગી ગયા હતાં.આ માછીમારોની ધરપકડ માટે આ વિસ્તારમાંશોધખોળ હાથ ધરવામાં આવી હતી. તો બીજીબાજુ જપ્ત કરાયેલી બોટોની ગહન તલાશી લેવાઇ હતી. જેમાંથી મછલીઓ, માછીમારી જાળી સહિતના સાધનો મળી આવ્યા હતાં.

આ સિવાય કોઇ સંકા સ્પદ સામાન મળી આવ્યો ન હતો. સાંજે સર્ચ ઓપરેશનમાં આ વિસ્તારમાંથી વધુ બિનવારસુ હાલતમાં છ બોટો મળી આવી હતી. પરંતુ સ્થળ પરથી કોઇ પાકિસ્તાની માછીમારો હાથ લાગ્યા ન હતા.જેથી તેમની શોધખોળ હાથધરી છે.