Abtak Media Google News

યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દીવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડવાની કામગીરી કરે છે તેમ જ પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટ અને મોરબી જીલ્લા તરીકે ફરજ નિભાવે છે.

19મી નેશનલ પેરા-એથ્લેટીકસ ચેમ્પિયનશીપ 2021-21 સ્પર્ધા તા. ર4 થી ર7 માર્ચ 2021 ના નહેરુ સ્ટેડીયમ ચેન્નઇ, તમિલનાડુ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. તેમાં રાજકોટ જીલ્લાના 3 દિવ્યાંગોને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળેલ હતી તે પૈકી આ સ્પર્ધા પ્રજ્ઞાચક્ષુ બહેનોની કેટેગરી જયોતિ બાલાસરા પસંદગી  પામેલ હતા. તેમને 400 મીટર દોડ અને લોન્ગ જમ્પ બનેમાં સિલ્વર મેડલ મેળવેલ છે.

આ સાથે માર્ચ મહિનામાં યોજનારી વિવિધ નેશનલ ગેમ્સમાં સંસ્થાના દીવ્યાગો દ્વારા મેળવેલ મેડલની સંખ્યા 9 થઇ છે જેમાં 18મી સીનીયર  અને 14મી જુનીયર પેરા પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021માં 1 સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ, 19મી નેશનલ પેરા-એથ્લેટીસ ચેમ્પિયનશીપ 2020-21 સ્પધામાં બે ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇંદોર ખાતે તા. 19 થી રર માર્ચના રોજ નેશનલ લેવલની પેરા ટેબલ ચેમ્પિયનશીપમાં 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.