Abtak Media Google News

બિહારના ચર્ચિત ખજુરબાની દારૂ કાંડમાં કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો છે. જેમાં 9 દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે 4 મહિલાઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 26 ફેબ્રુઆરીએ ગોપાલગંજની ADJ-2 દ્વારા 13 લોકોને આ કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા હતાં. જેમાંથી 11 હાલ જેલમાં છે. ફરાર 2 આરોપીઓની ધરપકડ માટે નવા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. 16 ઓગસ્ટ, 2016 ના રોજ કાચો દારૂ પીવાથી 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ઘણા લોકોએ આંખોની દ્રષ્ટિ ગુમાવી

16 ઓગસ્ટ 2016માં ગોપાલગંજના વોર્ડ નંબર -25 માં ખજૂરબાની વિસ્તારમાં કેટલાક ઘરોમાં લોકોની મોત થઈ રહી હતી. મૃત્યુ પામેલા બધા ગરીબ પરિવારોના હતા. ઝેરી દારૂના કારણે ઘણા લોકોની દ્રષ્ટિ ગુમાવી હતી. સૌથી વધુ મોત નોનિયા ટોલી, પુરાની ચોક અને હરખુઆ વિસ્તારમાં થઈ હતી છે.

દારૂથી ભરેલા ડ્રમ જમીનમાં દટાયેલા મળી આવ્યા હતા

આ કાંડ બાદ સરકાર એક્સનમાં આવી હતી. તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થયા. જ્યારે તેઓ ઘટનાસ્થળે ગયા હતા અને તપાસ કરતાં ત્યાં દારૂ, ડ્રમ, દારૂ બનાવવાની સાધનસામગ્રી અને મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો સાથે ભળીને બનાવેલા વાસણો મળી આવ્યા હતા. આલ્કોહોલથી ભરેલા કેટલાક ડ્રમ જમીનમાં દબાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર ખજૂરબાની ખાતે મોટી સંખ્યામાં દેશી દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસને જાણ હોવા છતાં પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ કરાયો હતો. ઘટના બાદ પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

12 જૂન, 2020ના રોજ બિહારના ડીજીપીએ 21 પોલીસકર્મીઓને બરતરફ કર્યા હતા. આ વર્ષે 14 જાન્યુઆરીએ, હાઇકોર્ટે આમાંના એક સબ-ઇન્સ્પેક્ટર સહિત 5 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવાના આદેશને રદ કર્યો હતો. હાઈકોર્ટના આ આદેશથી બાકીના 16 પોલીસકર્મીઓને બરતરફ કરવાનો આદેશ પણ રદ કરવામાં આવ્યો હતો.

માહિતી અનુસાર, દોષિઓને બચાવ પક્ષમાં વેદપ્રકાશ તિવારી, વિનય તિવારી અને રામનાથ સાહુ, વકીલોએ જણાવ્યું હતું કે તેઓ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. જ્યારે કાયદાના સલાહકાર વિષ્ણુ દાત દુબેએ કહ્યું કે, હાઈકોર્ટમાં જવું યોગ્ય છે. તે ત્યાં ચુકાદો પસાર કરતા પહેલા લોઅર કોર્ટના નિર્ણય પર નજર રાખશે. નિર્ણય બદલવો સરળ રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.