Abtak Media Google News

જિલ્લા કલેકટરે હિરાસર ઇન્ટરનેશન એરપોર્ટની કરી સ્થળ સમીક્ષા :બોક્સ કલવર્ટ સહિત રન-વે, એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન

બિલ્ડીંગ સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ : બાઉન્ડ્રી વોલની 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા પૂર્ણ

કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી વિવિધ વિભાગોની બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર સાથે પ્રાંત અધિકારી સંદીપ વર્મા સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ એપ્રોચ રોડ થી રનવે સુધીની તમામ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની કામગીરીથી કલેક્ટરને તથા અન્ય અધિકારીઓને કર્યા હતા.

Screenshot 10 5 1

અધિકારી પાધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ કલવર્ટ સહિત રન-વે, એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની ની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી હોવાનું તેમજ બાઉન્ડ્રી વોલની કામગીરી 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા અને ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર ડેકોરેટિવ એન્ટ્રી ગેટ તેમજ પ્લાન્ટેશનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છ઼ે

એરપોર્ટની નિર્માણની કામગીરી 24ડ્ઢ7 અવિરત ચાલી રહી છે, સમગ્ર પ્રોજેક્ટની 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીશ્રીએ આપી હતી.   આ તકે  મામલતદાર કરમટા,  તલાટી મંત્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.