- ગત વર્ષની સરખામણીએ ધો.10નું 0.06 ટકા પરિણામ વધ્યું જયારે ધો.12નું 0.41 ટકા પરિણામ વધ્યું
- જીનિયસ સ્કૂલનું ધો.10 અને 12નું 100 ટકા પરિણામ
- ધો.12માં છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64 ટકા જ્યારે છોકરાઓની ટકાવારી 85.70 ટકા, છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 5.94 ટકા વધુ: ટ્રાન્સજેન્ડરોની પાસ થવાની ટકાવારી 100 ટકા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ ધોરણ 12 પછી, ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું છે. આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66 ટકા આવ્યું છે. ગયા વર્ષે પરિણામ 93.60 ટકા હતું. એટલે કે આ વખતે 10નું પરિણામ 0.06% વધુ આવ્યું છે. જો આપણે પ્રદેશવાર સીબીએસઈ ધોરણ 10ના પરિણામો પર નજર કરીએ તો, ત્રિવેન્દ્રમે બાજી મારી છે. ત્રિવેન્દ્રમમાં 99.79 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી, વિજયવાડાનું પરિણામ 99.79 ટકા આવ્યું છે. 10મા ધોરણની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે લગભગ 44 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન, એટલે કે સીબીએસઈએ ધો.12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ધો.12માં 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પર જઈને તમારું પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત ડિજિલોકર, ઉમંગ એપ અને એસએમએસ સેવાઓ દ્વારા પણ પરિણામ જોઈ શકાય છે.ધો.12માં ગયા વર્ષની સરખામણીમાં પાસિંગ ટકાવારી 0.41% વધી છે. 12મા ધોરણના પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64% છે, જ્યારે છોકરાઓની ટકાવારી 85.70% છે અને ટ્રાન્સજેન્ડરોની પાસ થવાની ટકાવારી 100% છે. આ વર્ષનું પરિણામ 2024 કરતાં સારું રહ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતાં 5.94% વધુ છે.
આ વર્ષે, 16,92,794 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને તેમાંથી 14,96,307 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ 44 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. ધોરણ 10ની પરીક્ષાઓ 18 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે પૂર્ણ થઈ હતી.સીબીએસઈ બોર્ડના 12મા ધોરણના પરિણામમાં છોકરા અને છોકરીઓની ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64 ટકા છે, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.71 ટકા છે. તેથી છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતા 5.94% વધુ છે. આ વર્ષનું પરિણામ 2024 કરતા સારું રહ્યું છે.
આ વર્ષે સીબીએસઈ એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.
વિદ્યાર્થીઓને જે તે સ્કૂલમાંથી માર્કશીટ મળશે
પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ ઓનલાઈન જોઈ શકે છે, પરંતુ આ ફક્ત ટેમ્પરરી છે. વિદ્યાર્થીઓએ તેમની મૂળ માર્કશીટ તેમની સ્કૂલમાંથી મેળવવાની રહેશે.
મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં
સીબીએસઈ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર કરતું નથી. આ સિવાય પરિણામમાં કોઈ ટોપર વિદ્યાર્થી જાહેર કરવામાં આવ્યો નથી. બોર્ડ બધી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ આ સૂચનાઓ આપે છે કે કોઈપણ વિદ્યાર્થીને સ્કૂલ કે જિલ્લામાં ટોપર જાહેર ન કરવામાં આવે
ધોરણ 10માં પણ છોકરીઓએ બાજી મારી
સીબીએસઈ ધોરણ 12ની જેમ ધોરણ 10માં પણ છોકરીઓએ બાજી મારી છે. 95 ટકા છોકરીઓ પાસ થઈ છે. જેની સામે 92.63 ટકા છોકરાઓ પાસ થયા છે. ધોરણ 10માં ટ્રાન્જેન્ડરનો પાસિંગ રેશિયો 95 ટકા રહ્યો હતો.
વિજયવાડામાં સૌથી વધુ 99.60 ટકા વિદ્યાર્થી પાસ
ધો.12માં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ મુજબ, કુલ 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષ કરતાં થોડા વધારે છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં સૌથી વધુ 99.60 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ડિજીલોકર પર ધોરણ 12ના પરિણામો કેવી રીતે ચેક કરવા ?
સ્ટેપ-1 : ’ડિજિલોકર’ એપ ડાઉનલોડ કરો
સ્ટેપ-2 : મશલશકજ્ઞભસયિ.લજ્ઞદ.શક્ષ પર જાઓ
સ્ટેપ-3 : તમારો રોલ નંબર, વર્ગ, શાળા કોડ અને 6 અંકનો પિન (શાળા દ્વારા આપવામાં આવેલ) દાખલ કરો
સ્ટેપ-4 : ચકાસણી માટે તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો
સ્ટેપ-5 : તમને સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે
ધો.12 પ્રદેશ મુજબ પાસની ટકાવારી
- વિજયવાડા-99.60%
- ત્રિવેન્દ્રમ – 99.32%
- ચેન્નઈ – 97.39%
- બેંગલુરુ – 95.95%
- દિલ્હી-પશ્ચિમ – 95.17%
- દિલ્હી-પૂર્વ – 95.06%
- ચંદીગઢ- 91.61%
- પંચકુલા- 91.17
- પુણે – 90.93%
- અજમેર – 90.40%
- ભુવનેશ્વર – 83.64%
- ગુવાહાટી – 83.62%
- દેહરાદૂન – 83.45%
- પટના – 82.86%
- ભોપાલ – 82.46%
- નોઈડા – 81.29%
- પ્રયાગરાજ – 79.53%