96% લોકોના મતે જીવનસાથીની પસંદગીમાં દેખાવ કરતા બુદ્ધિનું વધુ મહત્વ: સર્વે

શરીર કરતા આકર્ષે છે જ્ઞાન, સેપીયોસેક્સ્યુઅલ રિલેશનશિપ પર મનોવિજ્ઞાન ભવનની વિધાર્થીની પુરોહિત નિશાએ 1260 યુવાનો પર સર્વે કર્યો

મોડા લગ્ન થવા, ઉમરમાં ફેર હોય છતાં કોઈ પાત્ર ગમી જવું, શારીરિક રીતે આકર્ષિત ન કરનાર હોય છતાં એકબીજાના પ્રેમમાં પડી જવું, નાની ઉમરની વ્યકિતએ કો મોટી ઉમરના વ્યક્તિના પ્રેમમાં પડી જાય, આવા કિસ્સાઓ જોવા મળતા હોય છે. ત્યારે માનવ સહજ વિચાર આવે કે આવી કઈ જરૂરિયાત હશે જે આવા નિર્ણય લેવડાવતી હોય. વધુ સારું જ્ઞાન, ડીગ્રી ધરાવનારને પણ પોતાના પાર્ટનર પાસે અમુક પ્રકારની અપેક્ષાઓ હોય જે ન સંતોષ થતા વ્યક્તિ હતાશામાં ગરકાવ થઇ જતો હોય છે.

ઘણી વ્યક્તિ એ દેખાવ કરતા જ્ઞાનને વધુ મહત્વ આપે અને જ્ઞાનને આધારે જયારે પ્રેમમાં પડે એ  સેપીયોસેક્સ્યુઅલ રિલેશનશિપ કહેવાય છે.* આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત નિશાએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1260 યુવાનો પર સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે આજના યુવાનોને સબંધમાં બુદ્ધિ આકર્ષિત કરે છે.તમને તમારા વિજાતીય સાથી સાથેના સંબંધોમાં શું આકર્ષે છે?* 84.4% બુદ્ધિ અને તર્ક સંગતતા, 6.3% દેખાવ, 3.1% આર્થિક સદ્ધરતા, અને 6.3% ને સામાજિક ઉચ્ચતા આકર્ષે છે.જીવનસાથીની શોધ શેનાથી કરવી જરૂરી છે? જેમાં 64.10% એ મગજથી જણાવ્યું જયારે 35.9% એ હ્રદયથી જણાવ્યુંસફળ લગ્નજીવન માટે શું અગત્યનું છે?જેમાં 96.9% એ સારી બુદ્ધિને અગત્યની ગણાવી જયારે 3.1% દેખાવને અગત્યનો ગણાવ્યો.મોડા લગ્ન થવા પાછળનું કારણ હાલના સમયમાં કયું હોઈ શકે? જેમાં 50% જણાવ્યું કે બન્ને પક્ષે સમાન જ્ઞાન અને બૌદ્ધિક શક્તિનો અભાવ, 35.9% એ આર્થિક અસમાનતા અને 14.10% એ દેખાવને કારણભૂત જણાવ્યું.શું તમારો પાર્ટનર એ જડ પૂર્વગ્રહો અને ખોટી માન્યતાઓથી દુર રહેતો હોય તેવું ઈચ્છો છો?જેમાં 84.4% એ હા અને 15.6% એ ના જણાવ્યું

તમને વધુ શું આકર્ષિત કરે છે?જેમાં 96.9% એ જણાવ્યું કે વ્યક્તિની બુદ્ધિ અને 3.1% એ જણાવ્યું કે જડ પૂર્વગ્રહો આકર્ષિત કરે છે.

તમે તમારા પાર્ટનરની કઈ બાબતથી વધુ આકર્ષિત થાવ છો? જેમાં 78.10% એ જણાવ્યું કે જાહેરમાં તેની તર્ક શક્તિ અને દલીલ કરવાની આવડત અને 21.9% એજણાવ્યું કે શારીરિક દેખાવ આકર્ષિત કરે છે.રીલેશનશીપમાં શેનું મિલન થવું જરૂરી છે? જેમાં 95.3% એ જણાવ્યું કે બુદ્ધિનું અને 4.7% એજણાવ્યું કે શરીરનું મિલન થવું જરૂરી છે.

શું છે સેપીયોસેક્સ્યુઅલ?

સેપિયોસેક્સ્યુઅલ શબ્દ લેટિન મૂળ શબ્દ ’સેપિયન’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે બુદ્ધિમાન, અને ’સેક્સ્યુઅલિસ’ જેનો અર્થ થાય છે જાતીય. સામાન્ય રીતે વિજાતીય વ્યક્તિનો ઉમર, દેખાવ, રૂપ અને રંગ એ આકર્ષિત કરે છે પણ સેપીયોસેક્સ્યુઅલ વ્યક્તિને વ્યક્તિના આ કોઈ લક્ષણો કરતા તેનું જ્ઞાન, તર્ક, દલીલ કરવાની આવડત અને તેની બુદ્ધિમતા આકર્ષિત કરે છે. ત્યારે આવા સબંધોને સેપીયોસેક્સ્યુઅલ સબંધ તરીકે ઓળખવામાં આવે છે. આવા સબંધ ધરાવનાર વ્યક્તિએ વર્ષોથી ચાલી આવતા રીવાજો, ઢોંગ, પરંપરાને કોઈ મહત્વ આપતા નથી અને પોતાના વિચારો આધારે પાત્રની પસંદગી કરે છે.

સેપીયોસેક્સ્યુઅલના લક્ષણો

* જાતીયતાનો સંતોષ જ્ઞાનની આડશમાં મેળવવો.

* મગજથી પ્રેમની શરૂઆત શરૂઆત થાય છે.

* આંતરિક કાર્યો થી પ્રભાવિત થાય છે.

* તેમને બૌદ્ધિક કાર્યોમાં પડકારવામાં આવે તે ગમે છે.

* શારીરિક આકર્ષણ કરતા બૌદ્ધિક આકર્ષણ વધુ ધરાવે છે.

* જવાબોમાં તર્કસંગતતા અને કાર્યમાં ચપળતા વધુ ગમે છે.

* પોતાને કોઈ બુદ્ધિથી હરાવે ટો તેને કોઈ તકલીફ નથી હોતી.

* બાગ બગીચા કરતા જ્ઞાનનું આદાન પ્રદાન થાય તેવી જગ્યાઓ વધુ પસંદ કરે છે.

* તેઓને નવા નવા વિચારો કરવા અને તેના પર અમલીકરણ કરવું વધુ ગમે છે.

* ’બાબુ, સોના’ કરતા જ્ઞાન પર વધુ ભાર મુકે છે.

* તેઓ દેખાવ કરતા વ્યક્તિની વાતમાં રહેલ તર્કને વધુ પ્રાધાન્ય આપે છે.

* ભીડભાડ વળી જગ્યા કરતા તેમને એકાંત અને શાંતિ વધુ ગમે છે.