રાજકોટ જિલ્લામાં રવી પાકમાં ઘઉના વાવેતરમાં વધારો ચણા, જીરૂ,ધાણા સહિતના પાકોના વાવેતરમાં ઘટાડો

રાજકોટ જિલ્લામાં આ વર્ષે રવી પાકમાં ઘઉના વાવેતરમાં વધારો થયો છે તેમ છતા ચોમાસુ પાકમાં કપાસના પાકમાં વધેલ વાવેતરનો વ્યાપ અને જિલ્લાના ઘણા તાલુકામાં પડેલા ઓછા વરસાદને કારણે રવી પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોધાયો છે.

રાજકોટ જિલ્લામાં આ વર્ષે થયેલ ઘઉં,ચણા, ધાણા, જીરૂ, લશણ, ડુંગળી સહિતના શિયાળુ રવી પાકમાં  રાજકોટ જિલ્લામાં ગતહ વર્ષે ઘઉંનું વાવેતર 87426 હેકટરમાં થયું હતું. આ વર્ષે ઘઉંનું વાવેતર 89920 હેક્ટરમાં થવા પામ્યું છે ત્યારે ઘઉંના વાવેતરમાં 2400 હેક્ટરનો વધારો થયો છે તો બીજી તરફ આ વર્ષે રાજકોટ જિલ્લાના રાજકોટ, વિંછીયા, જસદણ, કોટડા સાંગાણી પંથકમાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદને લઈને રવિ પાકમાં ઘઉ, ચણા, જીરૂ, ધાણા, લસણ, ડુંગળી સહિતના પાકોનું 2,48,719 હેકટરમાં વાવેતર થયું છે ત્યારે ગતહ વર્ષની સરખામણીમાં કપાસના પાકનો વધેલ વાવેતર વ્યાપ અને ઘણા તાલુકામાં પડેલા ઓછા વરસાદને કારણે રવી પાકમાં 44000 હેકટરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજકોટ જિલ્લામાં રવી પાકમાં ઘઉના વાવેતરનો વધારો જોવા મળ્યો છે.ત્યારે જિલ્લા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી એ એલ સોજીત્રા ના જણાવ્યા મુજબ આ વર્ષે ક્યા તાલુકામાં ઘઉનું વાવેતર કેટલા હેકટરમાં થયું છે તેમાં રાજકોટ-11,720 હેક્ટર , ગોંડલ-9,800- હેકટર, ધોરાજી-8,800-હેક્ટર, ઉપલેટા-23,590 હેક્ટર , જેતપુર-7,400-હેકટર, જામકંડોરણા-4,000-હેકટર, જસદણ-5,530 હેક્ટર , વિંછીયા-725 હેક્ટર કોટડાસાંગાણી-2,495 હેક્ટર , લોધીકા-7,430 હેક્ટર રાજકોટ જિલ્લામાં 89,920 હેક્ટરમાં હેક્ટરમાં ઘઉંનું વાવેતર થવા પામ્યું છે

ત્યારે જિલ્લામાં સૌથી વધુ ઉપલેટા તાલુકામાં 23,590 હેક્ટરમાં ઘઉનું વાવેતર થયું છે.આ સાથે જ ઘઉના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. ઘણા વિસ્તારોમા ખેડૂતોએ કપાસના નિષ્ફળ ગયેલ પાકની વચ્ચે કપાસના પાકનો સંકેલો કરીને ઘઉંનું વાવેતર કરેલ છે.જેમાં પણ રાજ્યમાં પડી રહેલ ઠંડીને કારણે ઘઉંના પાકને આ વર્ષે હવામાન અનુકુળ બન્યું છે.ત્યારે ગતહ વર્ષ કરતા આ વર્ષે રાજકોટ જિલ્લામાં ઘઉના ઉત્પાદનમાં વધારો જોવા મળશે. આ સાથે જ ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવો મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.