- ન્યૂમેનના ચુકાદામાં વિલંબ થવાનુ કારણ માનસીક અસ્વસ્થતા નહિં પરંતુ કેસ અંગેના ઝીણવટભર્યા અભિગમ હોવાની કરાઇ દલીલ
મોટા ભાગે લોકો 56 કે 60ની ઉંમરે નિવૃત થતા હોય છે. ત્યારે અમેરિકાના એક જજ ૯૭ વર્ષે નિવૃત થયા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વયો વૃદ્ધજજ પૌલિન ન્યુમેન, 97 વર્ષની વયે યુએસ કોર્ટ ઑફ અપીલ્સમાંથી ફરજીયાત પણે આપેલ નિવૃત્તિને પડકારી રહ્યાં છે.
97 વર્ષીય ન્યાયાધીશ પૌલિન ન્યુમેનને માનસિક રીતે તેઓ અસ્વસ્થ છે તેવા દાવાઓને નકારીને ફેડરલ સર્કિટમાંથી તેના સસ્પેન્શન સામે લડી રહ્યા છે. તેમણે દલીલ કરી છે કે તેણીના ચૂકદાઓમાં જે વિલંબ થતો તેનું કારણ જ્ઞાન અને સમજ શક્તિ માં ઘટાડો નહીં પરંતુ સાવચેતીના પગલાં હતા. સાથે જ દાવો કર્યો હતો કે સાથીદારોએ ચુકાદામાં પારદર્શિતા મેળવવા માટે તેણીને ધમકી આપી હતી. આ ઉપરાંત તેની કાનૂની ટીમ, એન.સી.એલ.એ, સ્વચ્છ તબીબી મૂલ્યાંકન અને યોગ્ય પ્રક્રિયાના અભાવને ટાંકીને તેણીએ સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, 1985માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા નિયુક્ત કરાયેલા ન્યૂમેનને તેમની માનસિક સ્વસ્થતા અંગેની ચિંતાઓને કારણે સપ્ટેમ્બર 2023માં પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જજોની એક પેનલે તેણી માનસિક રીતે સ્વસ્થ ન હોવાનો દાવો કર્યો હતો, કારણ કે તેણીએ માનસિક સ્વાસ્થ્ય અંગેના તપાસ કરવામાં સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો, આ તપાસમાં યાદશક્તિમાં ઘટાડો, મૂંઝવણ અને પેરાનોઇયાનો સમાવેશ થાય છે. ન્યુમેન આ દાવાઓને નકારી કાઢે છે, અને ભારપૂર્વક જણાવ્યું હતુ કે તેણી ફરજ નિભાવવા માટે માનસિક અને શારીરિક બંને રીતે ફિટ છે. ન્યુમેનની કાનૂની ટીમે દલીલ કરી છે કે તેણીના લેખિત અભિપ્રાયોમાં થયેલ વિલંબ ઝીણવટભર્યા અભિગમને કારણે થયો હતો.
બિનનફાકારક નાગરિક અધિકાર જૂથ ન્યૂ સિવિલ લિબર્ટીઝ એલાયન્સ માને છે કે તેણીનું સસ્પેન્શન ગેરબંધારણીય હતું. જે અંગે જાણીતા ન્યુરોસર્જન ડૉ. એરોન જી ફિલર દ્વારાસ્વતંત્ર તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં કોઈ ખામીઓ જોવા મળી નથી. એન.સી.એન.એ. એ દલીલ કરી છે કે ન્યૂમેનનું સસ્પેન્શન અમેરિકના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે, સાથે જ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને યોગ્ય પ્રક્રિયા વિના દૂર કરવામાં આવી હતી. ન્યૂમેનનું પ્રતિનિધિત્વ કરનાર ફેડરલ સર્કિટ જ્યુડિશિયલ કાઉન્સિલ દ્વારા ગેરબંધારણીય પગલાંઓને રોકવા માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સને વિનંતી કરી છે.