Abtak Media Google News

73મો એન.સી.સી. દિવસ

એકતા,શિસ્ત, સાહસના ગુણો યુવાનોને કોઈપણ પરિસ્થિતિમાં ટકી રહીને આગળ વધવા માટેનું જોમ અને જુસ્સો પુરો પાડે છે: કમાન્ડિંગ ઓફિસર અને કર્નલ મનીષ નાટુ

 

અબતક, રાજકોટ

આજ રોજ નવેમ્બરના ચોથા શનિવાર નિમિતે શહેરના બાલભવન ખાતે ર-ગુજરાત ગર્લ્સ બટાલિયન દ્વારા 73માં એન.સી.સી. દિવસની ઉજવણી નિમિતે 118 સિનિયકર્સ ગર્લ્સ દ્વારા 10 કિલોમીટર લાંબી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.સી.સી દ્વારા એક સંસ્થા તરીકે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે ર-ગુજરાત ગર્લ્સ બટાલિયન, રાજકોટની ગર્લ કેડેટ્સ દ્વારા 10 કિમીની સાયકલ રેલી કાઢીને 73માં એન.સી.સી દિવસની ઉજવણી કરી હતી. પ્રતિવર્ષ નવેમ્બર માસના ચોથા રવિવારને એન.સી.સી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ તકે કમાન્ડિંગ ઓફિસર અને કર્નલ મનીષ નાટુએ જણાવ્યું હતું કે, એન.સી.સીના માધ્યમ થકી યુવાઓમાં એકતા, શિસ્ત, સાહસની ભાવના અને નિ:સ્વાર્થ સેવાના મુલ્યો વિકસાવવાનું છે. આવા ગુણો યુવાનોને કોઈપણ પરિસ્થિતિમાં ટકી રહીને આગળ વધવા માટેનું જોમ અને જુસ્સો પુરો પાડે છે.

આજની આ સાઈકલ રેલીમાં રેસકોર્સ ખાતે બાલભવનથી રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ અંડરબ્રીજથી હેમુ ગઢવી હોલ થઈને એન.સી.સી હેડક્વાટર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કુલ 118 સિનિયર ગર્લ કેડેટ્સ, 14 એસોસિએટ એન.સી.સી અધિકારીઓ, 14 આર્મી કર્મચારીઓ અને ગર્લ કેડેટ પ્રશિક્ષકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, રાજકોટ રનર્સ ગ્રુપના 30 રનર્સે પણ યુવા કેડેટ્સને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે કેડેટ્સ સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.