Abtak Media Google News

આજના આધુનિક યુગમાં પૈસા પાછળ ભાગદોડનાં કારણે વાલીઓ સંતાનનું જતન કરી ન શકતા હોવાથી તેમજ મોબાઈલ અને ઈન્ટરનેટના દુ‚પયોગથી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે વાલીઓએ ચેતવા જેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે.તેમાં ગોંડલ શહેરમાં પાડોશમાં રહેતા ૧૪ વર્ષિય ત‚ણી પર ૧૫ વર્ષિય કિશોરે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલી ફરિયાદથી ચકચાર મચી જવા પામી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ઉમવાળા રોડ પર આવેલા વાલ્મીકીવાસમાં રહેતો ૧૫ વર્ષિય કિશોરે પાડોશમાં રહેતી ૧૪ વર્ષિય કિશોરીને આશાપુરા રોડ પર આવેલા પટેલ પાન નામની દુકાન નજીક લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતુ.

પોલીસે ૧૫ વર્ષિય કિશોર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.  કંટોલીયા ગામેથી તસ્કરો ટ્રેકટર હંકારી ગયા ગોંડલ શહેરની ભકિત સોસાયટીમાં રહેતા અને કંટોલીયા ગામે ખેતી ધરાવતા પ્રવિણભાઈ મનજીભાઈ પટેલની વાડીએ રાખેલું રૂ.૨ લાખનું કિંમતનું ટ્રેકટર તસ્કરો હંકારી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી નાશી છૂટેલા તસ્કરોને ઝડપી લેવા તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.