Abtak Media Google News

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ચીનમાં જેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે.  ત્યારે ગઈકાલે રાજકોટમાં અને ભાવનગરમાં કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. ગઈકાલે ભાવનગરમાં ચીનથી આવેલા શખ્સ કોરોના પોઝિટિવ મળ્યો હતો તેના સેમ્પલ જીનો સિક્વન્સી માટે ગાંધીનગર મોકલાયા હતા ત્યારે પુત્રીનો પણ કોરોના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

પિતા પુત્રી બંનેનું ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તંત્ર દ્વારા ટેસ્ટ અને રસીકરણ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે.  ચીનમાંથી પરત ફરેલ શકશ 20 ડિસેમ્બરે ભાવનગર પરત ફર્યો હતો અને બંને પિતા પુત્રીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બંને કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઈસોલેટ કરાયા છે.

વિશ્વમાં કોરોનાના કેસ વધતા આજ રોજ મનસુખ માંડવીયાએ તમામ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. જેમાં કોરોનાની સ્થિતિ અંગે પગલા લેવામાં આવશે. બેઠકમાં અનેક નિયંત્રણ આવવાની શક્યતા છે. સરકારે માસ્ક વગેરે પહેરવાની જરૂરી સૂચનાઓ આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.