- શ્વાનના હુ*મ*લામાં ચાર મહિનાની બાળકીનું મો*ત
- સમગ્ર મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે
આજકાલ મોટા શહેરોમાં કૂતરાં પાળવાનો ટ્રેન્ડ વધ્યો છે. પાલતૂ શ્વાનના ત્રાસના લીધે ફ્લેટના રહીશો વચ્ચે વારંવાર માથકૂટ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતૂ શ્વાને 4 મહિનાની બાળકીને બચકાં ભરતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની ટીમે બાળકીને મૃ*ત જાહેર કરી હતી. પાલતૂ શ્વાને બચકાં ભરી ફાડી નાખતાં આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને પાલતૂ શ્વાનોને લઇને ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અનુસાર માહિતી દરમિયાન, અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીને બચકા ભરી લીધા હતાં. ત્યારે શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટર મૃ*ત જાહેર કરી હતી. ગઈકાલે રાતે એક યુવતી પાલતું શ્વાન લઈને આવી હતી. આ દરમિયાન તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટી ગયું અને તેને અન્ય યુવતી અને 4 મહિનાની બાળકી પર હુ*મ*લો કર્યો હતો. જ્યારે બાળકને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકાં ભર્યાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બાળકીનું ગંભીર ઈજાઓથી મો*ત
મળતી માહિતી અનુસાર, સોસાયટીના સભ્યોએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રે રેસિડેન્સીમાં ગઈકાલે રાત્રે શ્વાન કરડવાના કારણે નાની બાળકીનું મો*ત નીપજ્યું હતું. આ ઊપરાંત સોસાયટીમાં કૂતરાનો વધારે ત્રાસ હોવાથી એના પર કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી છે. એટલુંજ નહિ અગાઉ પણ કૂતરાને કારણ સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ હતી. સોસાયટીમાં જે-તે વખતે સ્થાનિકને અગાઉ શ્વાન કરડ્યું હતું. ત્યારબાદ શ્વાન અહીં નહીં રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત સોસાયટીના સભ્યએ કુતરા બાબતે વારંવાર કહ્યું હતું, પરંતુ કોઈ પણ જરૂરી પગલાં ભર્યાં નથી. તેમજ ગંભીર બેદરકારીને કારણે નાની બાળકીનું મો*ત નીપજ્યું હતું. જેથી સોસાયટીના સભ્ય તરફથી પોલીસને રજુવાત કરાઈ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય.
ત્યારબાદ બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃ*ત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આ મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.