Abtak Media Google News

4 તબીબો, 7 નર્સ, 26 પેરા મેડિકલ સ્ટાફ તથા 20 સપોટીંગ સ્ટાફ પીએમ કેર ફંડમાંથી ઉભી થયેલી ડીઆરડીઓ હોસ્પિટલમાં ફરજ બજાવશે

અમદાવાદમાં પીએમ કોવિડ કેર્સ હોસ્પિટલ માટે વેસ્ટર્ન નેવલ કમાન્ડથી ભારતીય નૌસેનાની મેડિકલ ટીમ તહેનાત કરવામાં આવી છે. વર્તમાન કોવિડ સંકટને નિવારવા માટે સશસ્ત્ર દળોના યોગદાન સ્વરૂપે ચાર ડોકટર, સાત નર્સ, 26 પેરામેડિકસ અને 20 સહાયક કર્મચારી સહિતની 57 સભ્યોની નૌસેનાની એક મેડિકલ ટીમ 29 એપ્રિલ, 2021ના રોજ અમદાવાદમાં તહેનાત કરાઈ છે. કોવિડ સંકટનો સામનો કરવા માટેની એક વિશેષ પીએમ કેર્સ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ ટીમને તહેનાત કરાઈ છે.

કોરોનાના સંક્રમણ દરમિયાન દર્દીના ઈલાજ માટે સરકાર દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશન થવા જઈ રહયું છે ત્યારે અમદાવાદ ખાતે 57 સભ્યોની મેડિકલ ટીમ ખડેપગે સેવા આપશે. આ ટીમને હાલ 2 મહિના માટે તહેનાત કરવામાં આવી છે અને મેડિકલ ટીમનો સમયગાળો આવશ્કતા અનુસાર વધારવામાં આવશે. સૈન્યની 25 મેડિકલ ટીમને ખાસ વિમાનમાં અમદાવાદ મોકલવામાં આવી છે. ઓક્સિજન સહિતની સપ્લાય માટે કેન્દ્ર સરકારે વર્તમાન સમયે નેવી, વાયુદળ સહિતની સૈન્ય પાંખોની મદદ લીધી છે. આવી સ્થિતિમાં હવે નૌસેનાના મેડિકલ સ્ટાફને પણ તૈનાત કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.