Abtak Media Google News

કાયમ દેશપ્રેમ ધબકતો રાખવા મનસુખભાઈ પંચાલની નાગરિકોને અપીલ

દેશભરમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે આજે રંગીલું રાજકોટ તિરંગાના રંગોમાં, દેશભક્તિના રંગોમાં રંગાયેલું છે. ત્યારે એક વડીલ સ્વાતંત્ર્ય સેનાનીએ દેશભક્તિપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને જનતાને દેશપ્રેમની પ્રેરણા આપી હતી.

રાજકોટના વતની 98 વર્ષના વયોવૃદ્ધ પણ હૈયે યુવા ચેતના ધરાવતા મનસુખભાઈ પોપટલાલ પંચાલ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. મહત્વની વાત એ છે કે શતાયુની નજીક પહોંચેલા મનસુખભાઈ પંચાલના વાણી-વર્તન દેશદાઝથી ભરેલા છે. એટલે જ તેઓ તિરંગા યાત્રામાં જોડાવા માટે ખાસ ગાંધીનગરથી રાજકોટ આવેલા હતા. ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ પંચાલ 14 વર્ષની નાની વયથી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા.

જે દરમિયાન તેમણે સરધારની જેલમાં કેદ ભોગવી હતી. ઉપરાંત, દેશભરમાં વિશ્વશાંતિ અને જનજાગૃતિ અર્થે 11.50 લાખ કી.મી. જેટલી લાંબી સાયકલ યાત્રા કરી હતી. જેની અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ સહિત વિદેશોના અનેક અખબારોએ નોંધ લીધી હતા.  આ તકે તેમણે દેશપ્રેમ કાયમ ધબકતો રાખવા તથા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવા નાગરિકોને અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.