રાજકોટમાં ચાર દિવસ પૂર્વે કામે રાખેલો બંગાળી કારીગર રૂ. 23 લાખનું સોનું ઓળવી ગયો

કામ વેળાએ માલિકની આંગળી મશીન માં આવી જતા તે હોસ્પિટલે ગયા અને પાછળથી બંને કારીગર કળા કરી ગયા

રાજકોટમાં ફરી એકવાર સોની વેપારીને તેના જ કારીગરો છેતરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. જેમાં સોની બજારમાં આવેલ બાલાજી કોમ્પલેક્ષમાં આવેલી દુકાનના વેપારીએ ચાર દિવસ પૂર્વે જ બે બંગાળી કાળીગરોને નોકરીએ રાખ્યા હતા. જે કારીગરો તેનું રૂ.23.50 લાખનો સોનુ ઓળવી જતા તેને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ સૌની બજાર દુકાન ધરાવતા અને જામનગર રોડ પર રહેતા ભાવેશભાઈ બાબુભાઈ ગોંડલિયા એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને ચાર દિવસ પૂર્વે કામે રાખેલા સોઈલ રસિત અને રાજા શેખ નામના બે કારીગરો તેનું 450 ગ્રામ નું રૂ 23.50 લાખનું સોનું ઓળવી ગયા છે. તેને જણાવ્યું હતું કે ગઈ કાલે કામ કરતા તેની હાથની આંગળી મશીન માં આવી જતા કોઠારીયાનાકા ખાતે હોસ્પિટલે દવા લેવા ગયો હતો મારી દુકાનમાં કામ કરતા કારીગર રાજા અને સોઇલ અને વેપારીનો પુત્ર દુકાને હતા ત્યારે સોહીલ લો વેપારીને ફોન ગયો હતો અને તેને જણાવ્યું હતું કે તેનું માથું દુખે છે તેથી તેને દવા લેવા માટે જવું છે પરંતુ માલિકે તેને હું આવું પછી જોવા માટે જણાવ્યું હતું ત્યારે તે દુકાને પરત આવતા દુકાને કોઈ મળી આવ્યું ન હતું જેથી તેને તેના પુત્રને ફોન કર્યો હતો ત્યારે તેના પુત્ર એ જણાવ્યું હતું કે રાજાને મજા ન હોવાથી તેને તે હોસ્પિટલે લઈ ગયો છે જ્યારે માલિકે તેના પુત્રને રાજા સાથે વાત કરાવવાનું કહેતા રાજા બાથરૂમ ગયો હોવાનું જણાવ્યું હતું તેથી માલિકના પુત્ર એ તપાસતા તે ત્યાંથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું તેથી માલિકે દુકાનમાં તપાસતા તેનું તિજોરીમાં રાખેલું 450 ગ્રામ નું સોનું બંને કારીગરો ઉઠાવી ગયો હોવાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.