Abtak Media Google News

નવી ગાડી લીધા બાદ ઘણા લોકો નંબરના શોખીન હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે ક્યાંક વ્યક્તિની બધી જ ગાડીઓમાં સરખા નંબર છે. અથવા તો ગમતા નંબર પણ થોડા ઘણા પૈસા ચૂકવીને મેળવે છે ત્યારે રાજયમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિને ગાડી નંબરમાં ૯ મેળવવા ૧૮ લાખચૂકવ્યા હતા. બાર લાખની ગાડી માટે ૧૮ લાખે” નવડો” મળ્યો હતો. વાહનની gj 12 એફડી સીરીઝમાં નવ નંબરના આંક માટે સૌથી વધુ 18.45 લાખની બોલી બોલવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કચ્છની છે જ્યાં આરટીઓ ની નવી વાહન સિરીઝમાં.9. નંબર નો આંકડો લેવા માટે એક વાહન માલિકે 18.45 લાખની બોલી લગાવી છે. નવા વાહનની ખરીદી બાદ અનેક લોકો વાહનના રજીસ્ટ્રેશન સમય ખાસ નંબરની માંગણી કરે છે ભુજ આરટીઓ કચેરીમાં નવી સિરીઝ જીજે 12 એફડી ખુલતા લોકોએ ફેન્સી નંબર માટે તૂટી પડ્યા હતા. આ સિરીઝમાં નવડો હોટ ફેવરિટ રહ્યો હતો જાણે ઉનાળામાં વધુ ગરમી પકડી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.

ભુજ RTOમાં નવ નંબર માટે એક વ્યક્તિએ 18.45 લાખ સુધી બોલી લગાવી હતી. ભુજ આરટીઓમાં નવડા માટે અત્યાર સુધીની હાઈએસ્ટ રકમ હોવાનું માનવામાં આવે છે સોમવારે આરટીઓમાં gj 12 એફડી સીરીઝમાં નવ નંબર મેળવવા માટે બોલી શરૂ થઈ હતી ઓનલાઇન થતી આ પ્રક્રિયામાં રામજી ચામારીયા નામના વ્યક્તિએ 9 નંબર નો આંક લેવા માટે રૂપિયા 18.45 લાખ સુધીની બોલી લગાવતા આરટીઓ નો સ્ટાફ પણ અચરજ પામ્યો હતો. 999 નંબર માટે રૂપિયા 1.89 લાખ ની અને 99 99 માટે રૂપિયા 1 લાખ બોલાયા હતા. આ પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે અને ચાર વાગ્યે પ્રક્રિયા પૂર્ણ થતા તેમાં પરિણામ જાહેર કરાયા છે જો કોઈ પાર્ટી હરાજીમાં નક્કી થયેલી રકમ ના ચૂકવે તો ડિપોઝિટ જપ્ત કરી લેવાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.