- IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા જ RCBને મોટો ઝટકો
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત થતા IPL 2025માંથી બહાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે યુદ્ધવિરામ સાથે IPL 2025ને ટૂંક સમયમાં ફરી શરૂ કરવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ પહેલા RCBને મોટો ફટકો પડ્યો છે. ટીમનો ઈનફોર્મ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે અને હવે તેના બાકીની મેચ માટે ભારત આવવાના કોઈ ચાન્સ દેખાઈ રહ્યા નથી.
9 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. તેમજ 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી, BCCI ફરી IPL શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓ ભારત છોડી ચૂક્યા છે અને તેમના પાછા ફરવાનો પ્રશ્ન હજુ પણ અકબંધ છે. આ બધા વચ્ચે RCBને મોટો ફટકો પડ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શનિવારથી શરૂ થઈ રહેલી IPL-2025 ની બાકીની મેચ માટે તેમના કેપ્ટન રજત પાટીદારની ઉપલબ્ધતા અંગે ચિંતિત છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે RCBના મેચ દરમિયાન આંગળીમાં ઈજા પામેલા પાટીદારને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી શકે છે અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા એ ટીમમાંથી પણ બહાર થઈ શકે છે.
પાટીદારને ચિન્નાસ્વામી ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે RCBનો સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ મેચ દરમિયાન ઈજા થઈ હતી, અને જો IPL 2025ને અસ્થાયી રૂપે સ્થગિત ન કરવામાં આવી હોત તો તે ઘણી મેચો ચૂકી ગયો હોત. પરંતુ ભલે IPL 2025 17 મેના રોજ ફરી શરૂ થશે, ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે RCB કેપ્ટન માત્ર કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામેની મેચ જ નહીં પરંતુ ઘણી મેચો પણ ચૂકી જશે, કદાચ આખી સીઝન દરમિયાન પણ.
જોશ હેઝલવુડ ખભાની ઈજાને કારણે 3 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઘરઆંગણેની મેચમાં પણ નહોતો. મળતી માહિતી અનુસાર, જો ટુર્નામેન્ટ સ્થગિત ન થઈ હોત, તો તેના માટે 9 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવું પણ મુશ્કેલ બન્યું હોત. એટલું જ નહીં, આ ઈજાને કારણે આખી સિઝન માટે બહાર રહેવાનો ખતરો હતો.
IPL 3 જૂન સુધી લંબાવવામાં આવતા, ફ્રેન્ચાઇઝ પાસે પ્લેઓફ માટે રોમારિયો શેફર્ડ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન અને ફિલ સોલ્ટ પણ નહીં હોય, કારણ કે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ 29 મેથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી રમશે. આ દરમિયાન, WTC ફાઇનલની તૈયારીઓને કારણે પ્લેઓફ માટે પણ ઉપલબ્ધ ન હોઈ શકે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલની તૈયારી માટે દક્ષિણ આફ્રિકા 3 જૂનથી 6 જૂન દરમિયાન ઝિમ્બાબ્વે સામે ચાર દિવસીય મેચ રમવાનું છે.
IPL 2025માં RCBનો સૌથી સફળ બોલર છે. ટુર્નામેન્ટ સ્થગિત થયા પહેલા હેઝલવુડે 10 મેચમાં 18 વિકેટ લીધી છે. તે ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને છે. તેમજ તેની ગેરહાજરીથી RCBને મોટું નુકસાન થઈ શકે છે તેવું જાણવા મળ્યું છે. ફક્ત ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા અને ચેન્નાઈ સુપર કિંગ્સનો નૂર અહેમદ જ તેમનાથી આગળ હતા. બંનેના નામે 20-20 વિકેટ છે.