Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ વધવાનું કારણ છે પ્રદૂષણ. આજે પ્રદૂષણ વધવાને કારણે જ આપની આજુબાજુની હવા દૂષિત બની છે. આ પ્રદૂષણ પ્રવાસીઓ જંગલમાં પણ ફેલાવે છે. પ્રદૂષણ જગલોમાં ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવે છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરના પોળોના જંગલમાં પણ જગલોને લઈને ક્લેક્ટરે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

હવે પોળોના જંગલમાં ફક્ત ટુ-વ્હીલરને જ પ્રવેશ આપવામાં આવશે તેના સિવાઈના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોળોના જંગલમાં વાહનોના પ્રદુષણથી થતા વ્યાપક નુકશાનને લઈને કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. શારણેશ્વર મંદિરના ફોરેસ્ટે નાકાથી ગાજીપીરની દરગાહ સુધીના રોડ ઉપર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Screenshot 7 7

હવેથી પ્રવાસીઓએ પોતાના ભારે વાહનો અભાપુર પાસે ફોરેસ્ટ નાકાની બહાર પાર્ક  કરવાના રહેશે.  જંગલમાં વધતાં જતાં પ્રદૂષણના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 23 ઓગષ્ટ સુધી આ  જાહેરનામું લાગુ રહેશે. આ નિયમો વિરુદ્ધ જો કોઈ કૃત્ય કરવામાં આવશે તે તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ દંડને પાત્ર થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.