સુરત શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા પોલીસ અધિકારીઓ સાથે હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. તેમજ આગામી 16 તારીખે ઇદે મિલાદનુ મુખ્ય જુલુસ નીકળશે નહિ. માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે. આ નિર્ણય શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો હતો.

POLISH

આગામી 17 તારીખે ગણપતિ વિસર્જન અલગ અલગ 12 સ્થળો પર 80  હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન જુલુસ અને વિસર્જનમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે અને તેમાં 15000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે. તેમજ ઘરોની અગાસી પર 320 પોઈન્ટ, ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ,  4 SOG ટીમ, 7 ક્વીક રીસ્પોન્સ ટીમ તૈનાત રહેશે.

BETHAK

7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી કરવામાં આવશે. તેમજ 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે. આ સાથે 3000 CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. તેમજ 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.