Abtak Media Google News
  • બ્લેકહોલની પ્રથમ ઈમેજ અનેક રહસ્યો ઉજાગર કરશે
  • ખગોળ વિજ્ઞાનમાં ભારે રહસ્યમય ગણાતા બ્લેકહોલની પ્રથમ સચિત્ર માહિતી માટેના દ્વાર ખુલ્યા

અંધારી રાત્રે આકાશમાં નજર કરતા જગમગતા તારાઓની દુનિયા જોવાની જાણવાની જિજ્ઞાસા બાળપણથી જ શરૂ થઈ જાય છે, બાળપણમાં આકાશ વિશાળતા અને બ્રહ્માંડની વિશાળતા નો પરિચય આપતી પંક્તિમાં નાના બાળકો હોશે હોશે પંક્તિ ગાય છે ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહી તોય મારી છાબડીમાં માય…. વિરાટ બ્રહ્માંડના અનેક રહસ્યો વણ ઉકેલ છે તેમાં બ્લેક હોલ હજુ રહસ્યમય કુદરતી પરિમાણ માનવામાં આવે છે ,જો કે વૈજ્ઞાનિકોને સૌપ્રથમવાર આકાશ ગંગાના મધ્યમાં આવેલા વિરાટ બ્લેક હોલ ની પ્રથમ તસવીર હાથ લાગી છે.

બ્રહ્માંડમાં વિરાટ શક્તિ ના ભંડાર ભરેલા છે બ્લેક હોલ એટલે પ્રચંડશક્તિ ધરાવતા અને પ્રકાશ લઈ ગૃહ સુધી ગળી  જનાર પ્રકૃતિની એક રહસ્યમય દુનિયા તરીકે વૈજ્ઞાનિકો ઓળખાય છે, ખગોળ વિજ્ઞાનમાં ભારે રહસ્યમય જણાતા બ્લેક હોલ માટે પ્રથમ સચિત્ર માહિતી માટેના દ્વાર ખુલ્યા હોય તેમ પ્રથમ ઇમેજ વૈજ્ઞાનિકોને મેળવવામાં સફળતા મેળવી છે વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે આકાશ ગંગામાં આવેલા સૌથી મોટા ગણાતા બ્લેક હોલ ની પ્રથમ ઇમેજ મળી છે.

બ્લેક હોલ અંગે સંશોધનમાં વિશ્વના વૈજ્ઞાનિકોકેમ લાગ્યા છે ત્યારે 2019 માં બ્લેક હોલ અંગે કેટલીક મહત્વની વિગતો મળી હતી, અલગ અલગ આકાશ ગંગા અને 26000પ્રકાશ વર્ષ દૂર બ્રહ્માંડમાં આકાશગંગાના કેન્દ્રમાં બ્લેકહોલ નું અસ્તિત્વ અંગે એરિઝોના યુનિવર્સિટી ના અવકાશ વિજ્ઞાની કેરલ ઓજેસ એ તાજેતરમાં વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આપણા આકાશ ગંગા ની મધ્યમાં આવેલા વિશાલ બ્લેક હોલ ની પ્રથમ તસવીર હાથ લાગી છે અંધકાર મયે કેન્દ્ર બિંદુ ધરાવતા લાલ અને પીળા રંગની સફેદ આવરણ ધરાવતી એક આકૃતિ જોવા મળી હતી, જેનું સંશોધન કરતા આકાશ ગંગા ના મધ્યમાં આવેલ વિરાટ બ્લેકહોલ હોવાનું જાણવા મળ્યું છે.

સેગેરીયલ એ ’ નામના તારા ને સૂર્યથી 40 લાખ વધુ ઘનતા ધરાવતા તારા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને તે 5.9ટ્રિલિયન કિલોમીટર ના એક એવા 26000 પ્રકાશવર્ષ દૂરના અંતરે આવેલું છે બ્લેક હોલ સામાન્ય રીતે પ્રચંડ ગુરૂત્વાકર્ષણ ની શક્તિ ધરાવે છે અને તે પ્રકાશ નાન કણથી લઇ લઈ તારા અને આખેઆખા ગ્રહો પોતામાં સમાવી લેવા સમર્થ હોય છે.

વૈજ્ઞાનિકોને મળેલી પ્રથમ બ્લેકહોલની તસવીરથી હવે બ્લેક હોલના સર્જન અને તેના અસ્તિત્વની અને કેવી ઓઝલ બાબતો અભ્યાસ માટે સરળ બનશે આકાશ ગંગા અને બ્રહ્માંડની કરોડો તારા  ધરાવતી રચના ના મધ્યમાં આવેલા બ્લેક હોલ ની આખી દુનિયા હવે અભ્યાસ માટે હાથ વગી બનશે સૌપ્રથમ બાળકોની તસ્વીર 2019માં એમ 87 ના નામે પ્રસિદ્ધ કરવામાં આવી હતી સેકડો પ્રકાશ વર્ષ નું પૃથ્વી થી અંતર હોવાનું બહાર આવ્યું હતું વૈજ્ઞાનિકોનો દાવો છે કે નવા બનેલા બ્લેકહોલ ની તસ્વીરો બ્લેક હોલના અસ્તિત્વ અને તેની શક્તિ નું માપ મેળવવામાં વૈજ્ઞાનિકોની મદદ રૂપ થશે બ્લેકહોલમાં પણ અનેક અનેક પ્રકાર હોય છે.

મોટાબ્લેક હોલતારા અને ગ્રહો ના અસ્તિત્વ અંત  પછી સર્જાઈ છે કોઈપણ તારા ના જન્મ થીયુવાની અને વૃદ્ધાવસ્થાની જિંદગી બાદ જ્યારે તે સંપૂર્ણપણે મૃતપ્રાય બની જાય છે ત્યારે તેની જગ્યાએ બ્લેકહોલ સર્જાઈ છે વૈજ્ઞાનિકોએ ગુરુવારે કરેલી જાહેરાતમાં અમેરિકા જર્મની ચીન મેક્સિકો ચીન જાપાન અને તાઈવાનના વિશ્વના ખગોળ શાસ્ત્રીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં નવા બ્લેકહોલની તસવીર અંગે જાહેરાત કરી હતી  બ્લેક હોલની મળેલી તસવીરના કારણે હવે અવકાશ સંશોધનો અને અવકાશ શાસ્ત્રીઓમાટે એક નવી દિશા ના સંશોધનના દ્વાર ખુલી ચુક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.