Abtak Media Google News

મુકત કોષ ડીએનએ ટેસ્ટ; પ્રસૂતિ દરમિયાન થતા માતા અને બાળમૃત્યુ દરને ઘટાડવામાં મદદરૂપ થશે

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકની તંદુરસ્તી અતિઆવશ્યક છે. એક નાની એવી ચૂક પણ જીવનું જોખમ બની જાય છે. તેમાં પણ હાલ પ્રસુતિ વખતે માતા અને બાળ મૃત્યુનરનો રેશિયો વધ્યો છે જે ખરેખર ચિંતાજનક વિષય છે. પરંતુ આ સમસ્યાને મહંદ અંશે નિવારી સ્વસ્થ પ્રસૂતિ કરાવવા તરફ સંશોધનકર્તાઓએ એક મોટી શોધ કરી છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફોને ઉદભવતા પહેલા જ નિવારી શકાય એ માટે સંશોધનકર્તાઓએ અલગ પ્રકારે બ્લડ ટેસ્ટ કરવાનાં સૂચનો કર્યા છે. બ્લડ ટેસ્ટ સામાન્ય રીતે, કરાવતાં જ હોઈએ છીએ પણ આ બ્લડ ટેસ્ટ દ્વારા મૂકત કોષ પર વિશેષ સંશોધન કરી ગર્ભાવસ્થા દરમિયાન ઉભી થતી. અડચણો કે અન્ય બિમારીઓને રોકી શકાય છે. અને માત્ર લોહીની તપાસથી જ સમસ્યાઓની આગોતરી જાણકારી મેળવી શકો જે ઝડપી નિદાન કરવામાં મદદરૂપ થશે.

એપીજીનેટીકસ સંશોધનકર્તાઓએ તેમના પ્રાથમિક અહેવાલ એપીજીનેટીકસ જર્નલમાં જણાવ્યું છે કે, સેલફી ડીએનએ એટલે કે કોષમૂકત ડીએનએ (ડીઓકિસરીબોન્યુકિલક એસીડ) દ્વારા ઈસ્કેમિક પ્લેસેન્ટલ અને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબીટીશને મટાડી શકાય છે.

ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસીક ગાળામાં પ્લેસેન્ટામાંથી માતાના લોહીમાં ફેલાતા કોષ મૂકત ન્યુકિલક એસિડ જેવા આનુવંશિક રસાયણો પર ગહન અભ્યાસને આધારે સમસ્યાની આગોતરી જાણકારી મેળવવી શકય બનશે. સંશોધકોનાં મતે આ પધ્ધતિ કારગત નીવડશે જોકે આ પધ્ધતિ અત્યાર સુધી આનુવંશિક વિકૃતિઓ માટે ઉપયોગમાં લેવાતી હતી જેને હવે ગર્ભાવસ્થા દરમિયાનની સમસ્યાઓને ઉકેલવામાં પણ ઉપયોગી બનાવાશે. પ્લેસેન્ટાએ ગર્ભવમાં બાળકની રક્ષા માટેનું એક આરદાહન છે.

બાળકોની હોસ્પિટલ યુસીએલએનાં ચીફે આ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, કોષમૂકત ડીએનએ પ્લેસેન્ટાની બિમારીઓ અંગે વિસ્તૃતપણે વાકેફ કરાવવાની સાથે તેના નિદાન માટે પણ ઉપયોગી બનશે જે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક માટે જરૂરી છે. આ નવી પધ્ધતિની શોધ માટે સગર્ભાઓનાં બ્લડ ટેસ્ટ કરી તે પણ ઉંડાણ પૂર્વક રીસર્ચ કરાયું હતુ ડેવીડ ગેફન સ્કુલ ઓફ મેડીશનના પ્રોફેસર દેવસ્કરે જણાવ્યું કે અમારૂ આ સંશોધન આશાસ્પદ અભિગમ તરફ નિર્દેશ કરે છે. જે હાલની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માતા અને બાળકની સ્વસ્થતાના પરિણામોમાં સુધારો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.