સુરક્ષા વધારવાના હેતુથી ‘સરકારી ઓળખ’ સાથે જ ‘બ્લૂ ટીક’ મળશે

ફેસબૂક હવે ટવીટર કરતા પણ મોંઘું થયું રૂપિયા આપી મળશે સુરક્ષા,બ્લુટીક અને ઘણા ફાયદાઓ

હાલ ઓનલાઈન ફ્રોડના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.આ સાથે રીલના ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા પણ વધી રહી છે.સુરક્ષા વધારવાના હેતુથી સરકારી ઓળખ સાથે જ બ્લૂ ટીકની સુવિધા અને બીજા ફાયદાઓ પણ મળશે.ફેસબૂક ના માલિક માર્ક જુગર બર્ગે જાહેરાત કરી છે કે હવે ફેસબૂક માં મેટા વેરીફાઇડ નામની સુવિધા મળશે કે જેના દ્વારા દરેક વપરાશ કરતા ને ફક્ત સરકારી ઓળખના આધારે જ બ્લુટીક મળશે જેનું મુખ્ય કારણ ફેસબૂક પર સુરક્ષા વધારવાનું છે વધુમાં તેઓ જણાવ્યું હતું કે ફેસબૂક દ્વારા આ પહેલી એવી સુવિધા છે કે જેમાં ફક્ત ફેસબૂક જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામમાં પણ આ સેવાનો લાભ લેવા માટે વપરાશકર્તા એ ગવર્મેન્ટ આઈડી પ્રુફ થી ઓળખ આપવી ખૂબ જ જરૂરી બનશે.

આ સેવાનો લાભ લેવા માટે યુઝરે જ્યારે પોતાની ઓળખની રજૂઆત મેટા પાસે કરે છે ત્યારે મેટા તેનું નામ અને ફોટોગવર્મેન્ટ આઈડી પ્રમાણે જ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ નું નામ અને ફોટો રાખે છે એક વખત આ વેરીફાઈ થયા પછી યુઝર તેમાં પ્રોફાઈલ નામ તારીખ કે ફોટો વેરિફિકેશનની પ્રક્રિયા બીજી વખત કર્યા સિવાય બદલી શકતા નથી.

આ સેવા માટેના જો ખર્ચની વાત કરવામાં આવે તો હવે ફેસબૂકની સેવા ટ્વિટર કરતા પણ મોંઘી થઈ છે કે જેમાં એન્ડ્રોઇડ વપરાશ કરતા હોય મહિને લગભગ 900 અને જ્યારે એપલ ફોન ધારકોએ 1150 જેટલો શુલ્ક ચૂકવવો પડશે. આ સેવા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં શરૂ થઈ ગઈ છે. તેમજ ફ્કત 18 વર્ષથી ઉપરના યુઝર માટે જ આ સબસ્ક્રિપ્શન લાગુ પડશે તેમજ ઓનલાઇન બિઝનેસ ધારકો માટે હજુ આશીર્વાદ શરૂ કરવામાં આવી નથી. આ સાથે જે યુઝર છે પહેલેથી જ એટલે કે 19 ફેબ્રુઆરી પહેલા એકાઉન્ટ વેરિફિકેશન માટેની પ્રક્રિયા કરી લીધી હશે તેને મેટા વેરીફાઇડ સેવાના લાભ માટે નોંધપાત્રતા મળશે.

મેટા વેરીફાઇડ સુવિધા અંતર્ગત વપરાશકર્તાને ઘણા ફાયદાઓ મળશે જેમ કે ઓનલાઇન રીલ બનાવતા અને ઈનફ્લુએન્ઝર ને ખાસ કરીને કસ્ટમર સપોર્ટ મળશે આ સાથે ખૂબ સારી રીતે સચોટતાથી સર્ચ માટેના વિકલ્પો તેમજ 100 મફત સ્ટાર (ડિજિટલ કરન્સી) સાથેના સબ્સ્ક્રાઇબર પણ મળશે. આ સાથે રીલ અને સ્ટોરીઝ માટે સ્ટીકરનો વધારો થશે.