રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોકટર ઝડપાયો

એસ.ઓ.જી ટીમે દરોડો પાડી દવા – સાધનો મળી રૂ.2800નો મુદ્દામાલ કર્યો કબ્જે

રાજકોટમાં લોકોના આરોગ્ય ચેડા કરતો ફરી એકવાર બોગસ ડોકટર ઝડપાયો છે. જેમાં એસોજીની ટીમે રેલ નગરમાં આવેલા સંતોષીનગર મફતીયાપરામાં કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 70 વર્ષના બોગસ ડોકટરને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી દવા – સાધનો મળી કુલ રૂ.2800 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની મળતી માહિતી મુજબ રેલનગરના મફતીયાપરા મેઈન રોડ પર રમણીક છગનભાઈ જોટંગીયા (ઉં.વ.70, રહે. ખોડિયાર સોસાયટી, શેરી નં.9, પુનિત નગર સામે, ગોંડલ રોડ) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટીફિકેટ વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડ્યો હતો.

પોલીસે બોગસ તબીબ 2મણીકને પકડી લઈ દવા અને સાધનો વગેરે મળી કુલ રૂા. 2810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી કેટલા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી પ્રેક્ટીસ કરતો હતો તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  આ મામલે આરોપી સામે પ્રનગર પોલીસમાં ગુનો દાખલ કરાવી તેની પૂછપરછ હાથધરી છે.