એકાંતનો સાથી પુસ્તક, તો એકલતામાં યે માનવીની સાથે ‘પુસ્તક’ જ હોય

પુસ્તકો રોજ નથી લખાતા, એટલે જ  કબાટમાં સચવાય છે:અડધો કરોડથી વધુ સભ્યોની નોંધણી સાથે  વિશ્ર્વની સૌથી મોટી લાયબ્રેરી સિંગાપૂરમાં છે: દર વર્ષે 1925થી શેકસપિયરની યાદમાં પુસ્તક દિવસ યુનેસ્કો દ્વારા ઉજવાય છે

વિદ્યાર્થીઓ એ ભણવાના પુસ્તકો સાથે બીજા  પુસ્તકો  વાંચવાની ટેવ હવે પાડવી પડશે: સારા પુસ્તકોના વાંચનથી  વિચારોમાં પરિવર્તન  આવે છે?

 વ્યકિત, સમાજ કે રાષ્ટ્ર‘ઘડતરમાં પુસ્તકની ભુમિકા અહંમ છે

 

આપણા લેખકોનાં ગુજરાતી-હિન્દી પુસ્તકોનું  વિશ્ર્વની અન્ય ભાષાઓમાં  અને  અંગ્રેજીનાં ઘણા સારા પુસ્તકોનું ગુજરાતી-હિન્દીમાં અનુવાદ થયો છે

માનવીનો સૌથી સાચો મિત્ર છે, પુસ્તક જેનાથી તેને જ્ઞાન   મળે છે,  જાણવાનું મળે છે. અનુભવે લખાયેલ પુસ્તક  બીજાને જીવન જીવવાની  ચાવી સમાન છે. પુસ્તકો રોજ નથી લખાતા  એટલે જ તે કબાટમાં સચવાય છે, સારા પુસ્તકોનાં વાંચનથી વિચારોમાં   પરિવર્તન  આવે છે. સમાજને જોવાની દ્રષ્ટિ બદલાય છે. ભણવાના પુસ્તક  સાથે વિદ્યાર્થીઓએ બીજા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી પડશે. સારા વાંચનથી   સર્વાંગી  વિકાસ ઝડપી થાય છે.  એકાંતનો સાથી પુસ્તક છે.   તો એકલતામાં માનવીને પડખે આ  પુસ્તક જ હોય છે. વ્યક્તિ,   સમાજ કે રાષ્ટ્ર ઘડતરમાં પુસ્તકની  ભૂમિકા અહંમ છે.

દર વર્ષે   વિશ્ર્વ પુસ્તક દિવસ સાથે  કોપીરાઈટ દિવસ  પણ ઉજવાય છે.   અંગ્રેજીભાષા દિવસ પણ છે. આ ત્રિવેણી  સંગમસમા   દિવસે લેખન સાથે વાંચનની જરૂરીયાત અંગે જનજાગૃતિ  લાવવા ઉજવણી થાય છે. મહાન લેખક શેકસપિયરની જન્મજયંતિ અવસરે યુનેસ્કો દ્વારા 1925થી વૈશ્ર્વિક લેવલે આ દિવસની ઉજવણી   કરીને વારા પુસ્તકો  એક બીજાને ભેંટ આપીને  સેલીબ્રેશન કરાય છે. જોકે  આપણા દેશમાં   2001થી  જ આ દિવસની ઉજવણી   થાય છે.   આપણા ઘણા  લેખકોના ગુજરાતી-હિન્દી   પુસ્તકો   વિશ્ર્વની બીજી ભાષામાં   અનુવાદીત થયા છે, તો અંગ્રેજીના  ઘણા સારા પુસ્તકોનું   ગુજરાતી-હિન્દીમાં અનુવાદ થયો છે.

આજના ઈન્ટરનેટ યુગમાં, ટીવી, કમ્પ્યુટર,સીડી,   ડીવીડી,  પેન ડ્રાઈવ જેવા ઉપકરણોનાં  વપરાશ વધ્યો છે.   ત્યારે પુસ્તકો   ખરીદવાની વૃત્તિ ઓછી થઈ   હોવા છતાં પુસ્તકોની   મહત્તામાં ઘટાડો નથી થયો. કોઈપણ  વ્યકિતના   જીવન ઘડતરમાં   સૌથી વધુફાળો   પુસ્તકોનો  હોય છે.  આજે તો  સ્પર્ધાત્મક  યુગમાં ડગલે ને પગલે   જ્ઞાનની જરૂરીયાત હોવાથી યુવા વર્ગ પણ પુસ્તકો તરફ આકર્ષાયો છે. યુનેસ્કો દ્વારા રીડીંગ, પબ્લિસીંગ તથા કોપીરાઈટના પ્રચારહેતુ સબબ આ દિવસ ઉજવાય છે.21 મી સદી જ્ઞાનની સદી છે.તેથી અત્યારે તો દરેક વિષયનું  જ્ઞાન જરૂરી  હોવાથી પુસ્તક સૌથી શ્રેષ્ઠ છે.  આજના દિવસે લેખકો    પ્રકાશકો પણ ભાગ લઈને  પોતાની લાગણી વ્યકત કરે છે.દેશની તમામ  અગ્રગણ્ય લાઈબ્રેરીઓ દ્વારા વાંચન  પ્રત્યેની   રૂચી વધારવાના   કાર્યક્રમો   યોજાય છે.

જયારે કાગળની  શોધ થઈ ન હતી ત્યારે આપણે અમર આધ્યાત્મિક વારસો   તામ્રપત્રોમાં સાચવાયો હતો. આપણા ચાર વેદો, ભગવદગીતા,  રામાયણ,  મહાભારત જેવા મહાનગ્રંથો છે.  જેમાંથી માનવ જાતને ઘણુ શીખવા મળે છે.   દુનિયાની   સૌથી મોટી   પુસ્તકાલય  સિંગાપુરમાં આવેલી છે.  જેમાં અડધો કરોડ  થી વધુ સભ્યો નોંધાયા છે. માનવ જાતનાં  સામાજીક અને   સાંસ્કૃતિક  વિકાસમાં   લેખકોએ   આપેલા યાગેદાન પ્રત્યે નવી પેઢીમાં  જાગૃતિ આવે  અને લોકોમાં પુસ્તકો વાંચવાની  ભૂખ ઉઘડે  તેવા પ્રયાસો  આજે તમામે કરવા જરૂરી છે.

પુસ્તકો આપણા માર્ગદર્શક બનીને જ્ઞાન વીધારે છે. આજે દરેક લોકો ગમતા પુસ્તકોનું  વાંચન કરે તેવો હેતુ છે.   માનવીની એકલતામાં પુસ્તકો    સાથે જ રહેતા હોવાથી માનસિક  સમતુલા  જળવાય છે. કોરોના કાળમાં પુસ્તકો  એજ આપણા નવરાશના સમયમાં  સાથી તરીકે   કામ કર્યુંને   આપણા ક્રિએશનમાં વધારો કર્યો  હતો. પુસ્તકોનું  આપણા જીવનમાં વધુ મહત્વ છે.એથી જ  તે ઈતિહાસ  અને આપણા ભવિષ્ય વચ્ચેનો જ્ઞાનસેતુ છે.    ઘણા દેશોમાં  સમગ્ર વર્ષ દરમ્યાન  પુસ્તક પ્રેમીઓ કાર્યક્રમ યોજાતા હોય છે. આપણે ત્યાં પણ પુસ્તક્ પરબ સાથે  બુકરીવ્યુ   જેવા કાર્યક્રમોમાં યુવા વર્ગ  વધુ જોડાય છે.  પુસ્તકો જ   આપણા ઈતિહાસનો અરીસો છે.

યુનેસ્કો દ્વારા 1995થી પુસ્તક દિવસ ઉજવણીનો પ્રારંભ   કર્યો હતો. કોઈ પણ પુસ્તકમાં એક નવા વિચાર  સાથષ અનુભવની વાત   હોવાથી    વાંચનમાં એક  નવી સોચ બદલાતી હોવાથી દરેકના વિકાસ માટે તે અતી જરૂરી  બની જાય છે.   1564માં મહાન શેકસપિયર અલવિદા કર્યા પહેલા જીવનકાળ દરમ્યાન 35 નાટકો અને 200થી વધુ  કવિતાઓ  લખી હતી.    સાહિત્ય જગતમા તેનું નામ સુવર્ણ અક્ષરે   લખાયેલું છે. પુસ્તકો સાથેની    તંત્રના બંધાય તો જીવનમાં   બીજા મિત્રોની   જરૂરી ઘટી જાય છે.

 

 

પુસ્તકો ખરીદવાની વૃત્તિ ઓછી થઈ, છતાં પુસ્તકોની  અગત્યતા  ઘટી નથી !

 

 

ટીવી-કોમ્પ્યુટર-પેન ડ્રાઈવ-ઈન્ટરનેટ કે સોશ્યલ મીડિયા  જેવાનો વપરાશ વધતા પુસ્તકોની ખરીદીમાં  બ્રેક લાગી છે પણ પુસ્તકોની  અગત્યતામાં   કોઈ ફેર   પડયો નથી. આપણા દેશમાં 2001થી પુસ્તક દિવસ ઉજવાય છે. કોઈપણ વ્યકિતના   જીવન ઘડતરમાં   પુસ્તકોનો ફાળો વિશેષ  હોય છે.   આજના   યુગમાં દરેક  વિષયનું જ્ઞાન જરૂરી હોવાથી પુસ્તકો સૌથી શ્રેષ્ઠ છે.

પુસ્તકો જીવનની ફિલસુફી સમજવામાં મદદરૂપ થાય

 

લોકમાન્ય તિલકે કહ્યું હતુકે, નરકમાં પણ પુસ્તકોનું   સ્વાગત કરીશ, કારણ કે  તેમાં શકિત છે કે જયાં પુસ્તકો હશે ત્યાં  આપોઆપ સ્વર્ગ બની  જાય છે.પુસ્તકો જીવનની ફિલસુફી   સમજવામાં  મદદરૂપ  થાય છે. પુસ્તકો   માત્ર શિક્ષણનું   સાધન નથી પણ   આપણાં સુખ-ઉત્સાહ અને આનંદ વધારવામાં પણ મદદ કરે છે. આજના યુગમાં સંર્વાંગી વિકાસ કરવો હોયતો જુના કપડાં ભલે   પહેરો પણ નવુંપુસ્તક  વાંચો કે ખરી છે. જીવનની દરેક મુશ્કેલીમાં તે માર્ગદર્શન આપે છે. વિપરીત સંજોગોમાં  પણ પુસ્તક  માત્ર દર્શન આપે છે.આજના દરેક મા-બાપે  પોતાના સંતાનોને   વાંચન શોખ કેળવવો જોઈએ. આપણો ઈતિહાસ, ધર્મ કે વૈદિકકાળ વિશે જાણવું હોય તો પુસ્તકો  વાંચવા જ પડશે.  આપણા ભગવદ ગૌ મંડળ પુસ્તકમાં  શબ્દોની   સમજ અપાય છે.  ઈન્ટરનેટે જ્ઞાન સાથે વાંચનની  ભુખ ઉઘાડી છે.આજે બુક ટોકીંગ એપ માધ્યમ પુસ્તક જ બોલવા માંડે છે.  તેથક્ષ પ્રવાસમાં હેડ ફોન માધ્યમ વડે તમે સાંભળી શકો છો. પુસ્તક આપણુ શસ્ત્ર અને શાસ્ત્ર બંને છે. જે આપણા શ્રેષ્ઠ ઘડતર કરે છે. આજે યંગ રીડર્સ   પોગ્રામ,  ઓનલાઈન  ઈવેન્ટ, બાળવાર્તા,  ઘરે કે શાળામાં   ઉજવણી,   પુસ્તક વિશે વિચાર  ગોષ્ઠિ જેવા કાર્યક્રમો યોજાય છે.