શ્રાવણમાં વાંચવા-વંચાવવા જેવું પુસ્તક ‘છેલડા હો છેલડા’

નીલેશ પંડયાના પુસ્તકમાં 51 ગુજરાતી ભકિતગીતો એટલે કે ધોળ અને તેનું રસદર્શન

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને ઠેર ઠેર ભકિતભાવની હેલી ચડી છે. શ્રાવણમાં ઘેર ઘેર, ફળિયે, ડેલીએ, મંદિરોમાં ભકિતગીતો-ધોળની ધૂમ મચે છે ત્યારે જાણીતા પત્રકાર, લેખક, લોકગાયક નીલેશ પંડયાનું ધોળ સાથે રસદર્શનનું પુસ્તક ‘છેલડા હો છેલડા’ ખૂબજ લોકપ્રિય બન્યું છે.

ગુજરાતમાં ખૂબ જ ગવાતા ધોળ અને તેના રસદર્શનનું બહૂમૂલ્ય પુસ્તક ‘છેલડા હો છેલડા’નું પ્રકાશન ‘સાહિત્ય દ્વારા પરિવર્તન’ (મથુરાદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ)ના મેનેજિંગ ટ્રસ્ટી હરેનભાઈ મહેતાએ કર્યું. ‘છેલડા હો છેલડા’માં એકથી એક ચડિયાતા 51 પ્રચલિત ધોળ અને તેની સમજ આપવામાં આવી છે. સામાન્ય માનવી સમજી શકે એવી ભાષામાં દરેક ધોળની સમજૂતી આપી ધોળમાં રસ લેનારને ખરા અર્થમાં મોટી ભેટ આપી દીધી છે.

કેટલાક બહુ જ પ્રચલિત ધોળ આ પુસ્તકમાં સમાવાયા છે, જેમકે -આંખ મારી ઉઘડે ત્યાં, પ્રીત બાંધી કનૈયાથી, છેલડા હો છેલડા, હરિ તારા નામ છે હજાર, જીભડી રે જીભડી, મીઠી મારી આંખડીના તારા, જીદગીમાં કેટલું કમાણા, પંપા સરોવર પાળ, કાન રસિયો રૂપાળો, આજે સૌને જયશ્રી કૃષ્ણ… આ બધા ધોળનો મર્મ સમજાવ્યો છે ને ધોળ એટલે શું ? તેનો ઈતિહાસ પણ જણાવ્યો છે.

ઉત્તમ કલર કોમ્બિનેશન, બેસ્ટ પ્રિન્ટિંગ, ગ્લોસી પેપર અને લાજવાબ ફોટોગ્રાફસને લીધે ‘છેલડા હો છેલડા’ શ્રેષ્ઠ બન્યું છે.

સનાતન ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ ગવાતા ધોળને અહીં એક પુસ્તકમાં મર્મ સાથે પ્રસ્તુત કરીને નીલેશ પંડયાએ ગુજરાતી સાહિત્યને અણમોલ ભેટ આપી છે. એથી જ વ્યકિતવિશેષો અને અગ્રણી સંસ્થાઓ આ પુસ્તકનાં પોખણાં કરી રહ્યા છે. એકવાર પુસ્તક હાથમાં લઈએ તો આખું વાંચીને જ જંપીએ એવું રસભર્યું સર્જન થયું છે.

  • લેખક: નીલેશ પંડયા (94264-81387)
  • પ્રકાશક:સાહિત્ય દ્વારા પરિવર્તન (મથુરાદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ), હરેનભાઈ મહેતા (9428004964)
  • પ્રાપ્તિ સ્થાન: વાસુદેવ ડીઝાઈનર એન્ડ પ્રિન્ટર 118, સ્ટાર પ્લાઝા, ફૂલછાબ ચોક રાજકોટ (9773444846)