Abtak Media Google News

શેઇક-આઇસ્ક્રીમ અને ફાસ્ટ-ફૂડનો વિશાળ રસથાળ: 30થી વધુ પ્રિમિયમ આઇસ્ક્રીમની અને 20થી વધુ શેઇકની અઢળક વેરાયટી

રંગીલા રાજકોટવાસીઓ હંમેશા કંઇક ને કંઇક નવી વસ્તુ અને વેરાવટીના શોખીન રહ્યા છે અને રાજકોટમાં કંઇક નવું નજરાણું આવે તો તેને સ્વાદ તો અને મુલાકાત તો અચુક લેતા હોઇએ છીએ ત્યારે સૌરાષ્ટ્રનું જાણીતું અને લોકપ્રિય ‘ખૂશ્બૂ આઇસ્ક્રીમ’ રંગીલા રાજકોટવાસીઓ માટે આઇસ્ક્રીમનું નવું નજરાણું લાવ્યું છે. “કૂડોઝ” કે રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ છે અને જ્યાં આઇસ્ક્રીમની 30 થી વધુ વેરાવટી સાથે શેઇકની અવનવી વેરાવટી અને ફાસ્ટફૂડનો અઢળક ખજાનો અને સાથે ખૂશ્બુ આઇસ્ક્રીમના કૂલ્ફી, કોન અને રંગીન અવનવી વેરાયટી તો ખરી જ.

“ક્રુ ડોઝ” ક્રિમ કે જ્યાં છે શેઇક, આઇસ્ક્રીમ ઇટ્ટી જ્યાં તમે તમારા પરિવારજનો કે લાઇફ પાર્ટનર સાથે બેસી શેઇક અને આઇસ્ક્રીમની મજા માણી શકો છો. સાથે કેફ કે જેમાં તમને મળી રહેશે. ફાસ્ટફૂડ અને તેમાં પીઝા, બર્ગર અને સેન્ડવીચની અનેક વેરાવટી “કૂડોઝ” શેઇક કે જેમાં 25થી વધુ વેરાવટી આવેલી છે. અને તેમાં સ્પેશિયલ સોનાના વર્કથી નવા જેલ થિક શેઇક અને રોચર લવ, વેનીલા ક્રીમ જેવા અને થિક અને મિલ્ક શેઇક આવેલા છે. સાથે ખૂશ્બુ આઇસ્ક્રીમની કુલ્ફીની અવનવી વેરાયટી અને સાથે કીંગકોન તો ખરા જ અને આઇસ્ક્રીમમાં બે અલગ વેરાયટી જેમાં ફ્રૂટ્સ અને મિલ્ક જેમાં ફ્રૂટ્સ આઇસ્ક્રીમમાં ફ્રૂટના રસમાંથી બનાવેલ ફ્રેશ આઇસ્ક્રીમની વેરાવટી છે અને રોચલ, વેનીલા, સીતાફળ, ફ્રૂટ્સ સીત્ર જેવી અનેક વેરાયટી આવેલ છે.

“કૂડોઝ” આગામી દિવસોમાં બેકરી આઇટમ અને કેક અને પેસ્ટ્રીની વેરાવટી શરૂ થવા જઇ રહી છે. જેથી રાજકોટના લોકો એક જ સ્થળ પર બધી વસ્તુ મળી રહેશે. તો આજે રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ અને આજરોજથી શુભારંભ થયેલ “કૂડોઝ” અચુક મુલાકાત લેશો અને આઇસ્ક્રીમનો આંનદ માણશો.

રાજકોટીયન્સને આઇસ્ક્રીમનાં નવી પ્રિમિયમ વેરાવટી આપવાનાં પ્રયાસો: હેમંતભાઇ પોકીયા (ખૂશ્બૂ આઇસ્ક્રીમ)

ખૂશ્બૂ આઇસ્ક્રીમનાં ઓનર હેમંતભાઇ પોકીયાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ખૂશ્બુ આઇસ્ક્રીમ સૌરાષ્ટ્રના લોકોને પણ સમયથી અવનવા આઇસ્ક્રીમ આપી રહ્યું છે ત્યારે એક નવું નજરાણું ખૂશ્બુ આઇસ્ક્રીમ દ્વારા આપી રહ્યાં છે. “કૂડોઝ” કે જે પ્રીમીયમ આઇસ્ક્રીમની કેટેગરી છે અને આઇસ્ક્રીમની સાથે થીકશેક મિલ્ક શેક અને સ્નેક્સ કે જેમાં બર્ગર, ફાઇસ, પીઝા જેવી વેરાવટી આપીએ છીએ આજ રોજ ‘કૂડોઝ’નું ઓપનિંગ કરી રંગીલા રાજકોટવાસીઓને નવુ  નજરાણું ભેટ કર્યું છે. ‘કૂડોઝ’ ફ્રુટ કેટેગરી અને મિલ્ક કેટેગરી એમ બે કેટેગરીમાં આઇસ્ક્રીમ પ્રોવાઇડ કરીશું બધા જ આઇસ્ક્રીમ નેચરલ અને કોઇપણ કલરનો ઉપયોગ કર્યા વગર અને ગાયના દૂધમાંથી બનેલા છે.

સાથે ‘કૂડોઝ’માં ફ્રુટ આઇસ્ક્રીમમાં કે જેમાં ફ્રૂટ્સના પડ અને રસમાંથી બનાીએ છીએ અને 100 ટકા નેચરલ છે. રાજકોટવાસીઓને કંઇક નવું જોતું હોઇએ છે અને તે અમારો પ્રયત્ન રહ્યો છે જેથી તેમને ‘કૂડોઝ’ ભેટ કરીએ છીએ. યંગ જનરેશનને આઇસ્ક્રીમ સાથે થીક શેક અને મિલ્ક શેકની અવનવી વેરાયટી આપીએ છીએ સાથે પીઝા, બર્ગર એટલે રાજકોટવાસીઓ માટે ઇટ્ટી ભેટ કરી છે.

“કૂડોઝ” અંદાજે 30 આઇસ્ક્રીમની વેરાયટી રાખવામાં આવી છે સાથે દર મહિને ‘ફ્લેવર ઓફ ધ મંથ’ બહાર પાડીશું કે જેમાં દર મહિને નવી વેરાયટી હશે મિલ્ક શેકની વાત કરૂં તો તેમાં 30 થી 35 વેરાયટી રાખવામાં આવી છે અને સાથે સ્પેશિયલ સોનાના વર્ક કરેલું શેક રાખવામાં આવ્યું છે અને સાથે વફલ્સ પણ રાખવામાં આવી છે અને ટૂંક સમયમાં અહીં કેક અને બેકરી આઇટમમાં લોન્ચ કરીશું. જેથી રાજકોટના લોકોને એક જ સ્થળ પર બધી વસ્તુ અને વેરાયટ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.