બે જૂથ વચ્ચે બોલાચાલીમાં થયું સશસ્ત્ર ધિંગાણું

હળવદના માથક ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું

બે મહિલા સહિત સાત ઘાયલ: બંને પક્ષે મળી સાત શખ્સો સામે નોંધાતો ગુનો

હળવદના માથક ગામે દશામાના મંદીર પાસેથી નીકળતા અમુક તત્વો ગાળો બોલતા હતા. જેને ગાળો ન બોલવાનું કહેતા ઈસમોને ખોટુ લાગી આવતા બોલાચાલી કરી હતી. અને બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને ખુનીખેલ ખેલાયો હતો. અને બંને પક્ષે હળવદ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

ગોવિંદભાઇ દેવશીભાઇ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં દશામાના મંદીર પાસેથી જતા હોય ત્યારે અંકલો ઉર્ફે વિજય ભુપતભાઇ કોળી, નિલેશ ઉર્ફે નિકો હેમુભાઇ કોળી, લાલજીભાઇ પ્રભુભાઇ કોળી અને અનિલભાઇ ભરતભાઇ રાવલ ગાળો બોલતા હોય જેથી ફરિયાદી અને તેના સાથીઓએ તેમને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઈ ફરિયાદી સહિતનાઓને ગાળો આપી અંકલો ઉર્ફે વિજય ભુપતભાઇ કોળીએ સાહેદ મુકેશભાઇને છરીથી છાતીના વચ્ચેના ભાગે મારી દીધી હતી. ત્યારે જે બાદ સાહેદો આરોપીઓને સમજાવા ચરમારીયા દાદાના મંદીર પાસે જતા આરોપીઓએ અલ્ટો તથા બ્રેજા દોડાવી છુટા પથ્થર તથા ઇટોના ઘા મારી સાહેદ જયેશ તથા પ્રતિકને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ સાહેદ વિભાભાઇના ઘરના ફળીયામાં પ્રવેશ કરી ઘરના ફળીયામાં પડેલ ઇકો તથા સ્વીફટ ગાડીના દરવાજામા ઘા મારી નુકશાન કરી તેમજ છુટા પથ્થરના ઘા મકાન ઉપર કરી સાહેદ રંજનબેનને જમણા પગમાં મુઢ ઇજા કરી હતી. તેમજ આરોપી ભાવેશભાઇ પ્રકાશભાઇ રાવળે પાછળથી આવી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થર ના ઘા કરી આતંક મચાવ્યો હતો. જે સમગ્ર મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જયારે વિજયભાઇ ઉર્ફે અંકલો ભુપતભાઇ મદ્રેસાણીયાએ નોંધાવેલ ફરિયાદમાં ભાવેશને કમલેશભાઇ કુકાભાઇ રાવળ, મુકેશભાઇ દેવશીભાઇ રાવળ, ગોવિદભાઇ દેવશીભાઇ રાવળ તથા મનસુખ રતુભાઇ રાવળ નામના આરોપીઓએ મકાનમાં રસ્તામાં હાલવા બાબતે ગાળો બોલી જગડો કરતા આ કામના ફરીયાદી વચ્ચે પડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ગાળો આપી ધોકાથી માથમાં તથા શરીરે મારી સામાન્ય ઇજાઓ કરી તથા સાહેદ રેખાબેન વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ ડાબા હાથની આંગળીમાં મારી ઇજા કરી તેમજ આરોપીઓએ ફરીયાદીની બ્રેજા ગાડી તથા સાહેદની અલ્ટો ગાડીના કાચ ફોડી બન્ને ગાડીમાં નુકશાની કરી તેમજ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ સમગ્ર મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.