Abtak Media Google News

ડાયાબીટીસ, ડિપ્રેશન, કેન્સર જેવા રોગો સામે આપે છે રક્ષણ

લસણનું રેગ્યુલર સેવન કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે

ઘરના રસોડામાં એવી ઘણી બધી કરામતી ચીજવસ્તુઓ છે જેનો ફાયદાઓની આપણને જાણકારી નથી હોતી તેમાનું એક લસણ છે સામાન્ય રીતે ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા લસણનો ઉપયોગ થતો હોય છે. લસણ જેવી રીતે ખોરાકનો સ્વાદ વધારે છે. તેવી જ રીતે તેના અઢળક ફાયદાઓ છે લસણમાં અનેક ઔષધિયોના ગુણ રહેલા છે સારા સ્વાસ્થ્ય માટે ખોરાકમાં લસણની મહત્વની ભુમિકા છે. ઘણા લોકોને લસણના ફાયદાઓ ખબર નથી હોય સવારે ખાલી પેટે લસણનું સેવન શરીરને અનેક પ્રકાશે લાભકારી છે.

લસણને પાણી સાથે લેવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.

‘ઘા’ રૂઝવવામાં એન્ટિસેપ્ટીકનું કામ કરતું લીલું લસણ

Inje

શિયાળો એટલે શાકભાજીની મોસમ, બજારમાં જાત જાતના વિટામીન્સથી ભરપુર લીલા શાકભાજીઓની ભરપુર આવક થતી હોય છે તેમાંય ખાસ કરીને લીલુ લસણ અને ડુંગળી સૌથી વધુ જોવા મળે છે. લીલા લસણની તો વાત જ અલગ છે. શિયાળામાં લીલુ લસણ આરોગવાથી અનેક બિમારીઓથી બચી શકાય છે લીલુ લસણ વ્યકિતના શરીરમાં વિટામીન સી, મેટાબોલિઝમ અને આર્યનને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે જે આયર્ન સંગ્રહિત હોવાથી લસણનું રેગ્યુલર સેવન શરીરમાં આર્યન વધારે છે. લીલા લસણનું પોલીલ્ફાઇડ હ્રદયની બિમારીથી બચાવે છે લીલા લસણના પાંદડા ખાવાથી પણ લાભ થાય છે. લીલુ લસણમાં એન્ટીસેપ્ટિના ગુણને કારણે શરીરના ‘ઘા’ને ઠીક કરવામાં પણ મદદ કરે છે.

નરણે કોઠે પાણી સાથે લસણની કળી ખાવાના અઢળક ફાયદા

* રોજ સવારે નરણે કોઠે પાણી સાથે લસણની કળી ખાવાથી પાચનશકિતમાં વધારો થાય છે સાથો સાથ વજન ઘટાડવામાં પણ ફાયદો કરે છે.

* લસણ બ્લડ કલોટિંગને થતું રોકે છે જે લોકોનું લોહી ઘટ હોય તેમના માટે લસણ ખુબ જ ફાયદાકારક છે એટલે જ સવારે ખાલી પેટે લસણની એક કળી ખાવી જ જોઇએ.

* પાણી અને કાચા લસણનું સેવન શરીરના નકામા પદાર્થોને બહાર કાઢે છે શરીરને શુઘ્ધ કરવા માટેનો આ ઉત્તમ નુસખો છે ઉપરાંત ડાયાબીટસ, ડિપ્રેશન, કેન્સર જેવા અનેક રોગો સામે રક્ષણ આપે છે.

* લસણમાં રહેલું એન્ટઓકસીડેન્ટ ગુણ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે. લસણનું રેગ્યુલર સેવન બ્લડપ્રેશન અને બ્લડ સુગરને ન્યિંત્રણમાં રાખે છે.

* લસણની સાથે પાણી પીવાથી સામાન્ય બિમારીઓ જેવી કે શરદી-તાવ, અસ્થમા સામે રક્ષણ મળે છુે અને બિમારીઓમાં લસણનો નુસખો કારગર સાબિત થાય છે.

* લસણ અનેક ઔષધિય ગુણથી ભરપુર છે. નિયમિત સેવનથી શરીરને અનેક લાભ આપે છે. સાથો સાથ ઇન્ફેકશન દૂર કરવામાં પણ લસણ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.