Abtak Media Google News

ઉત્તરપ્રદેશમાં ગઈ કાલે મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં યાંત્રિક ખામીના કારણે રોડ પર ઉભેલી બસને ટ્રક ચાલકે ટક્કર મારતા એકસાથે ૧૮ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અનેક મુસાફરો ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરિયાણાથી બીહકર જઈ રહેલી બસના મુસાફરોને રસ્તામાં કાળ ભેટ્યો હતો.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મંગળવારે મોડી રાત્રે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી તૂટેલી ડબલ-ડેકર બસમાં એક ટ્રેલર અથડાયું હતું. આ ઘટનામાં ૧૮ જેટલા મુસાફરોનું કરૂણ મોત નિપજ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રકનું ટ્રેલર લખનૌ બાજુથી આવી રહ્યું હતું. જે બગડેલી પાર્ક કરેલી બસમાં તેની ટકકરને કારણે અંદરના લોકો તેમજ બહાર સૂતા લોકો પણ તેમાં ફસાઇ ગયા હતા. આ દર્દનાક અકસ્માત અયોધ્યા-લખનૌ હાઇવે પર કલ્યાણી નદીના પુલ પર બન્યો છે.

કાળમુખા ટ્રકે ભયાનક ટક્કર મારતા ૧૧ મુસાફરો ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ૭ મુસાફરોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મોટી સંખ્યામાં મુસાફરો પણ ઘાયલ થયા છે. પોલીસને આ અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ સાથે અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ રહ્યો હતો. તે જ સમયે, થોડા સમય પછી ભારે વરસાદ પણ શરૂ થયો હતો. જેના કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.