‘કેન્સર’ નામનો રાક્ષસ ભારતમાં દર વર્ષે ૫.૫૦ લાખ જીંદગી હણી લ્યે છે !

આજે વર્લ્ડ કેન્સર ડે

લોકોમાં જાગૃતિ અને નિયમિત મેડકલ ચેકઅપ દ્વારા કેન્સર સામે રક્ષણ મેળવી શકાય

વિટામીન અને પોષણયુકત આહાર તેમજ વ્યાયામ કરવાથી કેન્સરને દુર રાખી શકાય

કેન્સર એક એવી બિમારી છે જેનું નામ સાંભળતા દરેક વ્યકિત તેના છેલ્લા દિવસોની રાહ જોવે છે. ૪ જાન્યુઆરીએ આખી દુનિયામાં વર્લ્ડ કેન્સર ડે મનાવવામાં આવે છે. કેન્સરમાં ગત વર્ષે દુનિયામાં લગભગ એક કરોડ લોકોના મોત થયા હતા તો બીજી તરફ કેન્સરની બિમારીના લક્ષણોનો પણ ખ્યાલ આવતો નથી.

કેન્સરથી શરીરના અંગની કોશિકાઓ અનિયંત્રિતરૂપે વિભાજીત થવા લાગે છે. જેના કારણે કેન્સર શરીરના એક અંગમાંથી બીજા અંગમાં પ્રવેશે છે. ધીરે-ધીરે તે આખા શરીરને જકડી લે છે. શરીરના એક જ ભાગમાં થયેલા કેન્સરને પ્રાયમરી ટયુમર ત્યારબાદ શરીરમાં અન્ય ભાગમાં થનાર ટયુમરને મેટાસ્ટેટિક કે સેકેન્ડરી કેન્સર કહેવાય છે.

* વિશ્વ કેન્સર દિવસ:-

કેન્સર જેવી ખતરનાક અને જીવલેણ બિમારીને રોકવા અને તેના પ્રત્યે જાગૃતતા ફેલાવવાના હેતુથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તર પર ૪ ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ કેન્સર ડેની સ્થાપના યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા કરવામાં આવી છે. જેનો ઉદેશ વર્ષ ૨૦૦૮માં લખવામાં આવેલા વર્લ્ડ કેન્સર ડિકલેરેશનને સપોર્ટ કરવાનો છે. આ ઉપરાંત તેમનો મુખ્ય હેતુ ૨૦૨૦ સુધીમાં કેન્સર પીડિત વ્યકિતઓની સંખ્યાને ઓછી કરવી અને તેના કારણે થવાવાળા મૃત્યુના દરમાં ઘટાડો લાવવાનો છે.

સૌપ્રથમવાર વર્લ્ડ કેન્સર દિવસને વર્ષ ૧૯૩૩માં જીનેવા, સ્વીત્ઝરલેન્ડમાં યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા પ્રમુખ કેન્સર સોસાયટીના સહયોગથી તેમજ રિસર્ચ ઈન્સ્ટીટયુટ, ટ્રીટમેન્ટ સેન્ટર અને પેશન્ટ ગ્રુપની મદદથી આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર જેવી બિમારીને રોકવા માટે અમે તેના પ્રત્યે જાગૃતતા લાવવા માટે ઘણી બધી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા વિભિન્ન પ્રકારના કેજપ, રેલી, લેકચર અને સેમિનાર વગેરે ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમોમાં સામાન્ય જનતા તરફ ધ્યાન કેન્દ્રિત કરાય છે અને તેઓને મુખ્ય‚પથી સમાવવામાં આવે છે જેથી કરીને આ દિવસને મનાવવાનો ઉદેશ સફળ થઈ શકે.

આ વર્ષે વિશ્વમાં કેન્સરને ખતમ કરવા માટે ‘વી કેમ આઈ કેમ’ નામની થીમ સાથે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ તકે રાજકોટના વિવિધ કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની મુલાકાત લેતા તેઓએ કેન્સર વિશે વિવિધ માહિતી આપી હતી.

૪૦ વર્ષ પછી નિયમિત બોડી ચેકઅપ કરાવવું: ડો. રિતેશ મારડીયા

એચ.સી.જી. હોસ્પિટલ

એચ.સી.જી. હોસ્૫િટલના ડો. રીતેશ મારડીયાએ વર્લ્ડ કેન્સર ડે નીમીતે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેન્સર એ અનડીટેકટીવ છે કે જેની જાણ કેન્સર થયા બાદ જ આપણને થાય છે. અત્યારે સૌથી વધુ લોકોને ફેફસાના કેન્સર, મગના કેન્સર, મગના કેન્સર, લોહીનું કેન્સર જોવા મળે છે.

જેમ કે બીડી, સીગારેટ, અને તંબાકુના સેવનથી ફેફસાના કેન્સર લોકોમા સૌથી વધારે જોવા મળે છે. ફેફસાના કેન્સરમાં લક્ષણોની જો વાત કરીએ તો સતત કર્ફ, ઉધરસ, ગળામાંથી લોહી નીકળવું જેવા લક્ષણો દેખાય છે અને આવું થાય ત્યારે દર્દીએ તાત્કાલીક ધોરણે પોતાનું ચેકઅપ કરાવવું જોઇએ. જેથી યોગ્ય નીદાન થઇ શકે છે.

ઘણીવાર મોઢામાંથી લોહી નીકળે, તાવ સાથે, અથવા ગળામાં ગાંઠ થાય એવા લક્ષણો દેખાય તેવા લોકોએ લોહીની તપાસ કરાવી જોઇએ જેથી લોહીનું કેન્સર હોય તો તે ડિટેકટ થઇ શકે. લોહીનું કેન્સર કાંઇ પણ ઉમટે થાય છે. નાની ઉમરના બાળકોથી લઇને મોટી ઉમરની વ્યકિતઓને પણ આ કેન્સર થાય છે.

બાળકોમાં થતું કેન્સરએ વારસાગત ખામીના હિસાબે કેન્સર થતું હોય છે. અમુક ઉમરે જે લોહીનું  બંધારણ બનવું જોઇએ તે ના બને જેને લીધે બાળકોમાં લોહીનું કેન્સર થાય છે અને કિમો થેરાપી કરાવી લોહીના કેન્સરની ગાંઠ કાઢવામાં આવે છે.

લોહીના કેન્સરમાં હાડકાના બંધારણની તપાસ કરી નકકી કરવામાં આવતું હોય છે.અત્યારે લોકોમાં એક હાઉ  ઉભો થયો છે કે કેન્સર એટલે કેન્સલ જે સાવ ખોટી માન્યતા છે અને અત્યારે ૯૦ ટકા કેન્સરનું સચોટ નિદાન કરવામાં આવે છે. અને ટેકનોલોજીના યુગમાં અત્યારે કેન્સરમાંથી દર્દીઓને બચાવી લેવામાં આવે છે. પરંતુ એના માટે યોગ્ય સમયે શરીરની તપાસ સચોટ નિદાન કરાવવું જોઇએ જેથી કેન્સરમાંથી બચી શકાય.

અમુક સમયે મોટી ઉમર થતી જાય ૪૦ વર્ષની ઉપર થાય એટલે અમુક સમયના અંતરે શરીરની તપાસ કરાવતી રહેવી જોઇએ જેથી શરીરમાં થયેલો રોગ યોગ્ય સારવારથી નિવારી શકાય.

મહિલાઓમાં જાગૃતતા જરૂરી: ડો. અંજના વાઢેર(એમ.ડી. ફિઝીશીયન, એચ.સી.જી. હોસ્પિટલ)એચ.સી.જી. હોસ્પિટલના એમ.ડી. ફિઝીશીયન ડો. અંજના વાઢેરએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અત્યારે લેડીઝમાં અરલી એઇજમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, વગેરે જોવા મળે છે. જો હેલ્થ ચેકઅપ કરાવતા રહીએ તો જલ્દી તેનું નિદાન થાય અને સારવાર માટેની ટ્રીટમેન્ટ શરુ થઇ શકે છે. મહત્વનું છે કે ૪૦ વર્ષથી મોટી ઉમરની મહીલાઓએ દર વર્ષે પેપ્સનીયર, સ્ક્રીનીંગ કરાવવું જોઇએ. રેગ્યુલર મેમોગ્રાફી કરાવવો. તેમજ સ્તનમાં કોઇ ગાંઠ હોય તો સેલ્ફપેમ્પટીમેથકથી પોતાની જાતે ખ્યાલ આવી જાય તો તે પ્રમાણે ગાયનેકને કે કેન્સરના નિષ્ણાતોનો સંપર્ક કરવો જોઇએ.

જો સ્ત્રીની ઉમર ૪૦ થી વધુ હોય તેને રેગ્યુલર સ્કીનીંગ, પેપ્સનીયર કરાવ તો જલ્દી તેનું નિદાન થાય તો ફાયદો થાય છે. આ સાથે જે સ્ત્રીને કેન્સર હોય તેને હેલ્થી ડાયટ લેવું જોઇએ. સાથો સાથ ફીઝીકલ એકટીવીટી તથા રેગ્યુલર એકટીવીટી હોવી જોઇએ તેના પર ઘ્યાન આપવામાં આવે તો વહેલું નિદાન થઇ શકે. વધુમાં જણાવ્યું કે હું બધી જ સ્ત્રીઓને એ જ સંદેશો આપવા માંગીશ કે તેઓએ વધારે જાગૃત રહેવું જોઇએ.

ફીઝીકલ એકટીવીટી યોગ્ય ડાયજ્ઞ લેવું તથા રેગ્યુલર સ્કીનીંગ કરાવવી જોઇએ. મેમોગ્રાફી અમુક વર્ષે કરાવવી જોઇએ અને કેન્સર હેલ્થ ચેકઅપ રેગ્યુલર કરાવતા રહેવું જોઇએ.

જંક ફુડથી દૂર રહી નિયમિત વ્યાયામ કરવો જોઇએ: ડો. બબીતા હપાણી

પ્રગતિ હોસ્પીટલ

અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રગતિ હોસ્પિટલના ડો. બબીતા હાપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫/૨૦ વર્ષથી ઘણા બધા સંશોધનો થયા છે. કે કોઇ પણ દર્દીને કેન્સર છે. તો તેના માટે સારી ટ્રીટમેન્ટ ઉ૫લબ્ધ છે. આપણા દેશ આપણા શહેરમાં આધુનિક સારવાર થાય છે.આજકાલ દર્દીઓ પુરેપુરા રોગમુકત થઇ જા તે ખુબ જરુરી છે. સારવાર શું છે તે જાણીએ આપણે ત્યાં પુરૂષોમાં મોઢામાં થતાં કેન્સરનું પ્રમાણ વધારે છે. કેમ કે આપણે ત્યાં ખુબ જ નાની ઉમરમાં જ તમાકુ અને ગુટકાનું સેવન છોકરાઓ કરે છે.

આ પ્રકારના દર્દીઓનું પ્રમાણ વધુ છે. એમાં માટે ઘણી ટીટમેન્ટ અને પઘ્ધતિઓ છે. પરંતુ એને અમે પ્રિવન્ટેબલ કેન્સર કહીએ છીએ કે તમે વ્યસન ન કરો તો તમને આ રોગ નહિ થાય. એ ખાસ મુદ્દાની વાત છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં બે્રસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર પણ જોવા મળે છે.

આ તકે મારે કહેવું છે કે કોઇ વસ્તુની ગેરન્ટી નથી હોતી પરંતુ જો આપણે યોગ્ય જીવનશૈલી અનુસરીએ જંકફુડ ફાસ્ટફુડથી દુર રહીએ., નિયમીત વ્યાયામ કરીએ, વ્યસન ન કરીએ, કસરત કરીએ તો તેનાથી આપણે બચી શકીએ છીએ. આ ઉ૫રાંત નિયમીત હેલ્થ ચેકઅપ પણ એટલું જ જરુરી છે.

પરદેશમાં તો એક સિસ્ટમ  છે પણ આપણે ત્યાં લોકો હેલ્થ માટે એટલા જાગૃત નથી અને ચેકઅપ પણ કરાવતા નથી તેની મારો અનુરોધ છે કે લોકોએ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતાં રહેવું જોઇએ.

પ્રદુષણ અને વારસાગત બિમારી કેન્સર માટે કારણભૂત: ડો. કે.એમ. દુધાત્રા

સર્જન, ક્રાઇસ્ટ હોસ્પીટલ

આ તકે આજના સમયમાં કેન્સર થાય એટલે મૃત્યુનો નિશ્ચિત એવું માનવામાં આવે છે. ૨૦૧૮ના આંકડાને ઘ્યાનમાં રાખીને વાત કરીએ તો આશરે ૯૬ લાખ લોકો કેન્સરથી મૃત્યુને ભેટયાં છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો છે. પહેલાના સમયમાં નિદાન ન હતું અને અવેરનેસ ન હતી.

જેના લીધે સામે આવતા ન હતા. કેન્સરના મુખ્ય કારણો જોઇએ તો ખોરાક, લાઇફ સ્ટાઇલ, વ્યસન, જીનેટીક, પ્રદુષણ વગેરે છે. આ બાબતોમાં પુ‚ષોમાં વ્યસનને લઇ લંગ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવરનું કેન્સર, સ્ટમક કેન્સર, મુખ્ય છે. સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, મુખ્ય છે. અત્યારે જે કેન્સરના દર્દીઓ આવે છે તે મોટાભાગે ત્રીજા સ્ટેજ પર અથવા ચોથા સ્ટેજનું કેન્સર હોય ત્યારે આવે છે. મારા ઘ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી તેના કારણોમાં પબ્લિકમાં હેલ્થ અવેરનેસ ઓછી છે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું ખુબ જ જરુરી છે. જો એ રેગ્યુલર કરવામાં આવે તો કેન્સરની શરુઆતથી જ ખતમ કરી શકાય છે.

કેન્સર થવાના ઘણા બધા કારણો છે જેમાં

* તમાકુનું સેવન કરવું

* વધારે વજન હોવું

* શાકભાજી અને ફળોનું સેવન ઓછું કરવું

* દારૂ પીવો

* શારીરિક શ્રમ ન કરવો

* શહેરોમાં થતું પ્રદુષણ

* આનુવંશિકતા

* સૂર્યના અલ્ટ્રા બાયોલેટ કિરણો વગેરેનો સમાવેશ થાય છે.