રાજકોટ પાસે જેટ સ્પીડે આવતી કાર ગોથા ખાઈ ગઈ!!

જયાં પાંચ ભાવિ તબીબ કાળનો કોળીયો બની ગયા હતા ત્યાં ફરી સર્જાયો અકસ્માત

રાજકોટ-કાલાવડ રોડ અકસ્માત ઝોન બની ગયો છે હજુ ગત સપ્તાહે વડવાજડી પાસે એસ.ટી. બસ સાથે કાર અથડાતા પાંચ ભાવિ તબીબ કાળનો કોળીયો બની ગયા હતા જે ઘટનાની હજુ શાહી પણ નથી સુકાઇ ત્યાં ગત રાત્રે ફરી એ જ સ્થળે કારને અકસ્માત નડયો હતો. જો કે તેમાં કોઇ જાનહાની થઇ નહોતી પરંતુ કારનો બુકડો બોલી ગયો હતો.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે રવિવારે રાત્રે મેટોડાથી રાજકોટ નરફ પુરઝડપે આવી રહેલી વેન્ટોકારના ચાલકે જડવાજડી ગામ પાસે ગોળાઇ પર સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ઉતરી ગઇ હતી.એક સપ્તાહ પહેલા જયાં પાંચ ભાવિ તબીબો કાળનો કોળીયો બની ગયા હતા. તે સ્થળે ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો જો કે કોઇ જાનહાની થઇ નહોતી પરંતુ લાખોની કારમાં ભારે નુકશાન થયું હતુૂં આ ઘટના બાદ રવિવાર હોવાના કારણે ટ્રાફીક જામ સર્જાયો હતો. પરંતુ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફીક વ્યવહાર પૂર્વવત કરાવ્ય હતો.