Abtak Media Google News
  • કોંગ્રેસ પ્રમુખ દિગુભાએ પોલીસ કર્મચારીઓને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો ‘તો
  • લંમ્પી વાયરસના મૂદે કલેકટર કચેરીએ  પેટ્રોલ છાંટી આત્મ વિલોપનનો પ્રયસા  કરતા પોલીસે અટકાવ્યા હતા

જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે ગાયો માટે નવા  શરૂ કરાવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવા અને સમીક્ષા કરવા માટે ગઈકાલેે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર આવ્યા હતા, જે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે કારમાં ધસી આવીને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મવિલોપનનો પ્રયાસ કરીને વિરોધ  પ્રદર્શન કરતા ઉહાપોહ મચી ગયો હતો. આ મામલે તેમની સામે પોલીસ કર્મચારીઓને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવા તેમજ પોતાની સાથે પોલીસ  કર્મચારીઓ ઉપર પણ જવલનશીલ પદાર્થ રેડી ખૂનની કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ   લમ્પિ વાયરસના કારણે ગાયોના મૃત્યુ થઈ રહ્યા હોવાના મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાની ક્રેટા કાર  લઈને આજે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારી રિતેશ કુબાવત તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તેઓને રોકવાનો  પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ રોકાયા ન હતા અને પોતાની કાર હંકારી દીધી હતી અને પોલીસ કર્મચારીઓનો જીવ ભયમાં મુકાયો હતો.

ત્યારબાદ તેઓએ કારમાંથી ઉતરીને જવલનશીલ પદાર્થ કાઢી પોતાના પર રેડયો હતો. ઉપરાંત રિતેશ કુબાવત સહિતના અન્ય પોલીસ કર્મચારીઓ પર પણ રેડી દીધું  તું. જેઓની કાર ચાલુ રહી હતી અને ચાલુ કારના કારણે ગમે ત્યારે આગ લાગી જાય અને તેના કારણે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ સળગી જાય તેવી સ્થિતિ  પેદા કરી હતી. આ કાર્યમાં પાર્થ પટેલ નામના એક અન્ય કાર્યકરે પણ તેને મદદ કરી હતી.

જે મામલે સૌ પ્રથમ પોલીસ દ્વારા દિગુભા જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેઓને પોલીસ મથકે લઈ જવાયા હતા. દરમિયાન આ સમગ્ર મામલે  પોલીસ ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવતે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાતે ફરિયાદી બની દિગુભા જાડેજા અને તેમને મદદ કરનાર  સાથીદાર પાર્થ પટેલ સામે   ગુનો નોંધી ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.