Abtak Media Google News

શહેરમાં એરપોર્ટ નજીક ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતો અને એન્જીનીયરીંગનો અભયાસ કરતો યુવાન ગઇકાલ રાત્રીના સમયે પોતાના મિત્રો સાથે પોતાની ત્રણ અલગ ગાડીઓ લઇને ન્યારા પેલેસે જમવા જવાનો પ્લાન બનાવીને નીકળ્યા હતા. ત્યારે જામનગર હાઇવે પર આવેલ  શિવશકિત હોટેલથી નજીક આગળ રાધે કાઠીયાવાડી હોટેલ પાસે માર્ગ પર પહોચયા ત્યારે મહીન્દ્રા ટીયુવી કાર ચાલક યુવાનને  રસ્તા પર બિલાડી આડે આવતાં બીજી બાજુ ટ્રક હોવાથી બીલાડીને બચાવવા જતા કાર પલ્ટી મારી ગઇ હતી. જેમાં એન્જીનીયરીંગ કાર ચાલક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અને કારમાં બેસેલા બીજા મિત્રોનો ચમત્કારી બચાવ થયો હતો અને એન્જીનીયરીંગ યુવાનનું સારવાર પહેલા જ કરૂણ મોત નિયપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગીતગુર્જરી સોસાયટીમાં રહેતો અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો આર્દશ દર્શનભાઇ ઓઝા નામનો 24 વર્ષીય યુવક ગઇકાલે રાત્રે પોતાના દસશ મિત્રો સાથે બેઠો હતો. ત્યારે નાસ્તો કરવા માટે ન્યારા પેલેસ જવાનું નકકી કર્યુ અને  આદર્શ જીજે 3 જે આર 3028 નંબરની મહિન્દ્રા ટીયુવી કાર અને બીજા મિત્રોની બે કાર એ ત્રણ કાર લઇને બધા મિત્રો ન્યારા પેલેસે જવા માટે નીકળ્યા હતા. જેમાં બધા મિત્રો સૌ પ્રથમ જય દ્વારકાધીશ હોટલ ચા પીવા માટે ઉભા રહીયા હતા. અને ત્યારબાદ ત્યાંથી નાસ્તો કરવા ન્યારા પેલેસ રવાના થયા હતા.

1112345 C

ત્યારે બે કાર સૌ પ્રથમ ન્યારા પેલેસે પહોંચી ગઇ હતી પણ આદર્શની કાર પાછળ રહી ગઇ હતી મિત્રો પાસે પહોચવા આદર્શ જતો હતો ત્યારે જામનગર હાઇવે પર શિવ શકિત હોટલ પાસે પહોચયો ત્યારે રસ્તા પર અચાનક બિલાડી આડે ઉતરતા જેને બચાવવા જતા આદર્શ ના કાર પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી અને તેને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.ત્યારે આદર્શની કારમાં બેઠેલા મિત્ર હાર્દીક આગળ નીકળી ગયેલો મીત્રોને ફોન કરી અમારી કારને અકસ્માત નડયો છ.ે. તેવું કહેતા બાકીના મિત્રો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આદર્શને સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું.

 

આદર્શના પિતા દર્શનભાઇ ઓઝાના જણાવ્યા મુજબ આદર્શ બે ભાઇઓમાં મોટો હતો અને તે એન્જીનીયરીંગમાં માસ્ટર ડીગ્રી સુધીના અભ્યાસ પુરો કરી અને વધુ અભ્યાસ માટે અમેરીકા જવાનો હોઇ તે જણાવ્યું હતું આશાસ્પદ યુવાન દિકરાના અકાળે મોતથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ગમગીની છવાઇ છે. અને પડધરી પોલીસે જરુરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.