Abtak Media Google News

શહેરની કે.જી.ધોળકીયા સ્કૂલમાં આગામી શનિ-રવિ

અખંડ ભારત દ્વારા વિશ્ર્વને અપાયેલી ‘ચેસ’ની ભેટ જે 190 થી વધુ દેશોમાં રમાય છે: આ ઓપન ગુજરાતમાંથી 6 થી80 વર્ષની વયના લોકો ભાગ લઈ શકશે

 

 

અબતક,રાજકોટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ બે ખેલાડીઓ તથા 32 મોહરા થી રમાતી બુદ્ધિમાની શ્રેષ્ઠ રમત ‘શતરંજ એ અખંડ ભારત દ્વારા વિશ્વ ને અપાયેલ અમુલ્ય ભેટ છે , જે હાલમાં 190 કરતાં પણ વધુ દેશો માં રમાય છે.

આગામી શનિ-રવિએ ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળે તે હેતુ થી શતરંજ હરીફાઈનું આયોજન ” કેજી ધોળકિયા સ્કૂલ બાલાજી હોલ પાસે 150 ’ રિંગ રોડ , ઓલ ઈન્ડિયા ઓપન રેપિડ , અંડર -11, અંડર -16 તેમજ બ્લીટ્સ ટૂર્નામેંટ નું આયોજન રાજકોટ ખાતે રાખવામા આવેલ છે.

આ ટુર્નામેન્ટ માં ઓપન કેટેગરીમાં ભાગ લેનારે તારીખ 18/12 ના રોજ બપોરે 2:30 કલાકે રીપોર્ટ કરવાનો રહેશે , તથા પ્રથમ રાઉન્ડ શાર્પ 3:00 કલાકે શરૂ કરવામાં આવશે. કુલ સાત રાઉન્ડ રહેશે, તથા અંડર -11, અંડર -16 માટે નું રીપોર્ટિંગ 19/12 ના રોજ 8:30 કલાકે રહેશે.

ઓપન કેટેગરી ટુર્નામેંટમા ભાગ લેનાર દરેક સ્પર્ધક ને સર્ટિફિકેટ તથા વિજેતાઓ ને રોકડ પુરષ્કાર તથા ટ્રોફી (ઓપન , રેટિંગ 1300 થી 1699, રેટિંગ 0 થી 1299 તથા અનરેટેડ) 4 કેટેગરી માં આપવા માં આવશે. તથા બાળકો ની ટુર્નામેંટ માટે પણ રોકડ પુરસ્કાર સાથે સર્ટિફિકેટ , ટ્રોફી અને ગિફ્ટ્સ સાથે કુલ 35000 / – ના રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવશે.તેમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા કલબના ગૌરવ ત્રિવેદી, અક્ષય કામદાર, પાર્થ કાનાણી, જીજ્ઞેશ ધનેશા, બ્રિજરાજ ગોહિલે જણાવ્યું હતુ.

બહારગામથી આવતા ખેલાડી મિત્રો માટે રહેવાની તેમજ બધા જ ખેલાડીઓં માટે લંચ તથા ડિનર ની વ્યવસ્થા વન્ડર ચેસ ક્લબ તરફ થી રાખવા માં આવેલ છે.

ટુર્નામેંટમાં ભાગ લેવા માટે સ્પર્ધકે ચેસ બોર્ડ તથા ચેસ ક્લોક (શકય હોય તો ) સાથે  લઈ તારીખ 18ને શનિવારે 2:00 કલાકે સ્થળ પર આવી જવાનું રહેશે .. વધુ વિગત તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે 7984842625 અથવા 8849008750 ઉપર નામ તથા કેટેગરી વોટ્સઅપ્પ કરવાના રહેશે.આ ટુર્નામેન્ટમાં માત્ર ચેસ જ રમી શકાશે અને માણી શકશો તેમ ઉમેર્યું હતુ.  આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે, વન્ડર ચેસ ક્લબના ડાયરેક્ટર  અભય કામદાર, અર્જુન ચેસ એકેડમીના ડો.પાર્થ કાનાની,  ગૌરવ ત્રિવેદી , જીનીયસ ક્લબના ક્રિષ્નાબેન, આરબીટર  પંકજભાઈ પંચોલી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.