ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શિખવા લાગે, તેથી જ તેને ‘માતૃભાષા’ કહેવાય

  • જે ભાષામાં બાળક ઉછર્યુ હોય, તે જ ભાષામાં ગ્રહણ શકિત-સમજશકિત અને વિચાર શકિત ખીલે છે: મગજ એક કમ્પ્યુટર છે, અને તેમાં સૌથી વધુ બંધ બેસતી ભાષા માતૃભાષા છે
  • ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માઘ્યમ બની શકે: મનોવૈજ્ઞાનિકો, બાલ માનવશાસ્ત્રીઓ અને બાળ રોગ ચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મુંઝાય છે

આજકાલ માતૃભાષામાં શિક્ષણ આપવાની બહુ જ વાતો થાય છે જો કે એક વાત નકકી છે કે બાક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, અંગ્રેજી ગેસ્ટ ભાષા છે તો માતૃભાષા બેસ્ટ ભાષા છે. માતૃભાષામાં ભણતાં છાત્રો લગભગ 9 ધોરણ સુધી ટયુશન કરતાં નથી, જયારે અંગ્રેજી માઘ્યમના છાત્રોને નાનપણથી જ ટયુશન ચાલુ થઇ જાય છે. જર્મની, જાપાનમાં સર્વેક્ષણો થયા તેના તારણોમાં જણાયું કે માતૃભાષામાં ભણનાર છાત્રની સ્ટ્રેસ કેપેસીટી વધુ હોય છે. જે તેને જીંદગીના બધા પડકાર જીલવા સક્ષમ બનાવે છે.

ઇઝરાયલ આપણાં દેશ કરતાં કયાંય નાનો છે તેને વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી કારણ એક જ ત્યાંના છાત્રો તેની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે.મોરારીબાપુ કહે છે કે, અંગ્રેજી કામની ભાષા છે, તેથી તેની પાસે કામવાળીની જેમ કામ લેવાય તેને ગૃહિણીનું સ્થાન ન અપાય, ખુબ જ આગળ પડતા ચીન દેશમાં પણ તેની પોતાની માતૃભાષાનું મહત્વ વધારે છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણએ માત્ર શકય કે સફળ નથી, પરંતુ અંગ્રેજી માઘ્યમના ભણતર  કરતા તેનાથી ખુબ સારા પરિણામો દેખાયા છે.

માતૃભાષામાં ભણનાર છાત્રને બીજી ભાષા પણ ખુબ જ સારી રીતે શીખી શકે છે. વિદ્યાર્થી માતૃભાષાના વર્ગની દરેક પ્રવૃતિમાં ખુબ ઉત્સાહથી ભાગે લે છે ને તેની અભિવ્યકિત ખીલે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે જ વિશેષ પ્રોત્સાહન મળતા જ્ઞાન અને અનુભવ રજુ કરવાની તક મળે છે. આપણાં દેશમાં ત્રણ ભાષામાં ભણાવવામાં આવે છે જેમાં પ્રાદેશિક ભાષા- રાષ્ટ્રભાષા હિન્દી અને આંતર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવા વિઘાર્થીને તકલીફ પડે છે. દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું બાળક મરાઠી-હિન્દી અને અંગ્રેજી ભણે છે પણ તેની માતૃભાષા ગુજરાતી છે.આજકાલ અંગ્રેજી માઘ્યમમાં ભણાવાનો ક્રોડ વધતો જોવા મળે છે ત્યારે ઘરનું વાતાવરણ ગુજરાત હોવાથી બાળકના બન્ને બાજુના મેળ તુટી જાય છે.

આજે ઘણા બાળકો દુકાનના બોર્ડ જે ગુજરાતીમાં હોય તે વાંચી શકતા નથી. બાળકમાં પાસેથી જેટલું શીખે તેટલું કોઇ પાસેથી શીખતો નથી. બાળકને પાયાનું શિક્ષણ માતૃભાષામ)ં જ મળવું જોઇએ તો જ તેનો વિકાસ થઇ શકે છે નવીશિક્ષણ નીતી-2020 માં હવે જુન-2023 થી ધો. 1 થી પ મા માતૃભાષામાં શિક્ષણ અપાશે, પાયાના શિક્ષણની વાતમાં પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસ ક્રમ પણ માતૃભાષામાં આવશે તેથી હવે દરેક બાળક માતૃભાષામાં પાવર ફૂલ બનશે. આને કારણે તેને હિન્દી-અંગ્રેજી જેવી સપોર્ટ લેંગવેંજ ઝડપથી આવડી જશે. નાના બાળકોને અંગ્રેજી ભાષા પ્રથમ શિખવામાં ભાર લાગે છે તેને ગુજરાતી ઝડપથી આવડી જાય છે.

નાના બાળકન જે શિખડાવો ત શીખી શકે પણ તેની આસપાસ બોલાતી ભાષા તેને શાળા સમય બાદ સતત સાંભળવા મળતા તેની બોલ ચાલતી ભાષા ગુજરાતી થઇ જાય છે. દરેક બાળકને કેટલી ભાષા આવડવી જોઇએ તેવો પ્રશ્ર્ન બધા કરતાં હોય છે તો પ્રથમ તેના માતૃભાષા ગુજરાતી બાદમાં રાષ્ટ્રભાષા હિન્દી અને છેલ્લે મોબાઇલ કોમ્પ્યુટરની લેંગવેજ અંગ્રેજી ભાષા આવડવી જોઇએ, બાળક જેમ મોટો થાય તેમ તેમ તેને અન્ય ભાષા પર પ્રભુત્વ આવતું જાય છે. ટીવી સીરીયલ, ફિલ્મોને કારણે હિન્દીનો મહાવરો તેને નાનપણથી મળતો હોવાથી તે ભાષા ઝડપથી સમજવા લાગે છે. આંતરરાષ્ટ્રીય ભાષા તેને વ્યવહારમાં ઉપયોગી હોવાથી આવડવી જરુરી છે. પણ તેના શિક્ષણની ઘેલછા ખોટી છે.

 

બધા જ બાળકો ભણીને વિદેશ તો નથી જવાના ને આમેય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી તેને ત્રણેય ભાષાનો કમાન્ડ આપો આપ આવી જાય છે. કડકડાટ અંગ્રેજી બોલનારા ભણેલા વધુ હોય એવી માન્યતા ભૂલ ભરેલી છે. આજનું બાળક જે સમાજ કે સોસાયટીમાં ઉછરે છે તેને તે જ ભાષામાં શિક્ષણ આપવું હિતાવહ નહી જરુરી છે. આજે તો આજુબાજુવાળાની દેખાદેખીમાં પોતાની ત્રેવડ હોય કે ના હોય પણ અંગ્રેજીમાં બેસાડવો જરુરી સમજે છે. ઘણા કિસ્સાઓમાં બાળકને અધવચ્ચેથી ઉઠાડીન પાછો ગુજરાતીમાં મુકે છે. ઉચ્ચ પ્રાથમિકથી હવે દ્વિ ભાષી પુસ્તકો નવા વર્ષથી આવશે, જેમાં 6 ધો.  પછી તમે પોતે ભાષા પસંદ કરી શકશો પણ એક વાત નકકી છે કે ધો. 1 થી પ તો ફરજીયાત ગુજરાતીમાં જ ભણવું પડશે.

કોઇપણ ભાષા શિખવા માટેના ચાર સ્તંભો છે જેમાં સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું આ પરથી નકકી થાય કે તમારા બાળકને તમે અંગ્રેજીમાં ભણવાશો તો આ ચારેય સ્તંભો શીખવા પડશે, પણ જો ગુજરાતીમાં ભણાવો તો સાંભળવું અને બોલવું  તો ઘરમાંથી શીખીને શાળાએ જશે.

માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી જીલે છે. ઘર અને શાળાની ભાષા અલગ પડે ત્યારે બાળક મુંઝાય છે. અંગ્રેજી ગેસ્ટ ભાષા છે  તો માતૃભાષા બેસ્ટ ભાષા છે. જાપાન અને જર્મનીમાં થયેલા સર્વેક્ષણો મુજબ માતૃભાષામાં ભણનાર બાળકની ટ્રેસ કેપેસીટી વધુ હોય છે. ઇઝરાયલ જેવા નાનકડા દેશે ઘણી પ્રગતિ કરી આપણાં થી વિજ્ઞાનમાં આગળ છે તેનું કારણ ત્યાં 100 ટકા માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. આજ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મન જેવા દેશોમાં પણ માતૃભાષામાં શિક્ષણ અપાય છે.

દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે ખુબ જ લગાવ હોય છે, માતૃભાષાને કારણે વર્ગખંડમાં જ જીવન મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો, સ્થાન મળવાથી બાળકનો શ્રેષ્ડ નાગરીક તરીકે વિકાસ ઝડપી થાય છે, માતૃભાષાના શિક્ષણમાં વર્ગમાં પ્રશ્ર્નો પૂંછવાની અને જવાબ આપવાની હિંમત બાળકમાં આવી જાય છે. આપણાં દેશમાં ત્રણ ભાષા  શિક્ષણમાં અમલમાં છે જેમાં પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી એક વાત એ પણ જોવા મળે છે કે બાળકને પ્રાદેશિક ભાષા કે માતૃભાષા નથી તેને ઘણી તકલીફ પડે છે.

માતૃ ભાષામાં ભણતાં લગભગ મોટાભાગનાં છાત્રો ધો. 8-9 સુધી ટયુશનમાં જતાં નથ. અંગ્રેજી માઘ્યમમાં ભણેલ ધો.10 સુધીના વિઘાર્થીઓ અંગ્રેજી ભાષાના ભાવ-શબ્દો સમજી શકતા નથી જયારે ગુજરાતીના શબ્દોમાં તાકાત છે કે તે આપો આપ સમજાય જાય ને કયારેય કરૂણ પ્રસંંગ માત્ર સાંભળવાથી આંખો ભીની થઇ જાય તે માતૃભાષાની તાકાત છે, સારા સારા આગળ પડતા મહાનુભાવોએ મોટા ભાગે માતૃભાષામાં જ શિક્ષણ મેળવેલું છે. બાળકોને રસ માત્ર માતૃભાષાના શિક્ષણમાં પડે છે.આજે તો અંગ્રેજી માઘ્યમ પાછળની આંધળી દોટે કેટલાય છાત્રોની કારકીર્દી બગાડી છે તમે બોર્ડના ગુજરાતી પ્રવાહના રીઝલ્ટમાં છાત્રોની સફળતા ઘણી વધારે જોવા મળે છે.

  • ભાષા શિખવા માટેના ચાર સ્તંભો

કોઇપણ ભાષા શિખવા માટેના ચાર સ્તંભો છે જે બધાએ શિખવા જ પડે છે તો જ તેને તે ભાષા આવડે છે. વિશ્ર્વની તમામ ભાષાઓ આ સ્તંભો ઉપર જ છે. ભાષાને સાંભળવી બોલવી, વાંચવી અને લખવી જો તમારા બાળકને અંગ્રેજીમાં ભણાવો છો તો તમારે તેને આ ચારેય સ્તંભ શીખડાવવા પડશે, અર્થાત એકડે એકથી શરુ થી જ શીખવી પડશે પણ જો માતૃભાષામાં ભણાવો છો તો તેને પ્રથમ બે સ્તંભ ભાષા સાંભળવી અને બોલવી તો તેને ઘરમાંથી શીખવા મળી જાય છે.

 

તેમાં પાવરફુલ પણ વગર નિશાળે થઇ જાય છે. માતૃભાષામાં ભણતા બાળકે માત્ર ભાષા લખતાં વાંચતા જ શીખવું પડે છે. જેની માતૃભાષા પાવર ફૂલ તેને અન્ય કોઇપણ ભાષા ઝડપથી આવડી જાય છે કારણ કે તેને શિખવાનો બે ઝ ખબર છે. આજકાલના મા-બાપોએ વિચારવું જોઇએ કે મારા બાળકને ટ્રેસ વગર કયા માઘ્યમમાં ઝડપથી આવડી જશે. આનો જવાબ માત્ર માતૃભાષામાં  શિક્ષણ જ આવે, અભ્યાસમાં પસંદ કરેલ ભાષાની અસર તેના મગજ પર થતી હોવાથી ઘણા બાળકો અંગ્રેજીમાં ભણતા હોય તે એકલવાયું રહેતા હોય છે તેની સામે ગુજરાતીમાં ભણતો છાત્ર ગમે તેની સાથે ભળી જતો જોવા મળે છે.