Abtak Media Google News

 ભાજપનું 15 વર્ષનું સાશન તોડવા આપની બરાબરની ટક્કર : આપ 125 બેઠક ઉપર, ભાજપ 115 અને કોંગ્રેસ 7 બેઠક ઉપર આગળ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણીમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પ્રારંભિક ટ્રેન્ડમાં આપ 125 બેઠક ઉપર, ભાજપ 115 અને કોંગ્રેસ 7 બેઠક ઉપર આગળ જોવા મળી રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.  શરૂઆતના વલણોમાં આમ આદમી પાર્ટીને ધાર મળી રહી છે.  સાથે જ કોંગ્રેસ પણ ઘટનાસ્થળેથી ગાયબ હોય તેવું લાગી રહ્યું છે.ગત 4 ડિસેમ્બરે એમસીડીની 250 બેઠકો પર મતદાન થયું હતું.  આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે.  દિલ્હી એમસીડી પર છેલ્લા 15 વર્ષથી ભાજપનો કબજો છે.  પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે.

એક્ઝિટ પોલમાં આપની જીત બાદ બુધવારે સવારથી જ પાર્ટી કાર્યાલય ધમધમવા લાગ્યું હતું. કાર્યાલયને પીળા અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. ગઈ વખતે એને સફેદ અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ વખતે લગભગ 50% મતદાન થયું છે. 2017માં મતદાન 53.55% હતું, એટલે કે અત્યારસુધીના આંકડાઓની સરખામણી કરીએ તો આ વખતે 3% ઓછું મતદાન થયું છે. મત ગણતરી માટે ચૂંટણી પંચે કુલ 42 મતગણતરી કેન્દ્રો ઉભા કર્યા છે.  મતગણતરી માટે 68 ચૂંટણી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.  રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી રહી છે.  આ સિવાય ચૂંટણી પંચે ઇસીઆઈએલના 136 એન્જિનિયરોને પણ તૈનાત કર્યા છે.  આ મતગણતરી કેન્દ્રોની બહાર સુરક્ષા સઘન કરવામાં આવી છે.

આમાં ફક્ત રજિસ્ટર્ડ લોકોને જ એન્ટ્રી મળશે. ઉલ્લેખનીય છે કે એમસીડીમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે.આંકડાઓ અનુસાર, આપ ઉમેદવાર મુનેશ રાહુલ શર્મા કાદીપુર વોર્ડ નંબર 7 થી લગભગ 1200 મતોથી જીત્યા છે. આપ ઉમેદવાર રૂબી રાવત સંતનગર વોર્ડ નંબર 9 થી જીત્યા છે.  બીજી તરફ ઝડોદા વોર્ડ નંબર 10માંથી આપના ઉમેદવાર ગગનદીપ ચૌધરી 2200 મતોથી આગળ ચાલી રહ્યા છે.  મુકુંદપુર વોર્ડ નંબર 8 પરથી બીજેપીના ગુલાબ સિંહ રાઠોડે આમ આદમી પાર્ટીના અજય શર્મા પર 580 વોટથી જીત મેળવી છે.  આ સાથે જ સાકરપુરના વોર્ડ નંબર 202માંથી પણ ભાજપે જીત નોંધાવી છે.ટ્રેન્ડ્સ અનુસાર પટપરગંજના ચારેય વોર્ડમાં ભાજપ આગળ છે.  કાદીપુરમાં બીજા રાઉન્ડની મતગણતરી બાદ વોર્ડ નંબર 6માં ભાજપની ઉર્મિલા રાણા આમ આદમી પાર્ટીના મુનેશ રાહુલ શર્માથી પાછળ છે.  સંત નગરના વોર્ડ નંબર 10માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂબી ધર્મેન્દ્ર રાવત લગભગ 800 મતોથી આગળ છે.તાજેતરના વલણો અનુસાર, આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીટ પર ભાજપ આગળ છે.  તે જ સમયે, મનીષ સિસોદિયાની બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.