- કેશ સેગમેન્ટ અને ફ્યુચર ઓપ્શનના વોલ્યુમ ઘટતા જાય છે
છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ઘટાડો થતા વોલ્યુમમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે.કેશ સેગમેન્ટ અને ફ્યુચર ઓપ્શન ના વોલ્યુમ ઘટી ગયા છે. કેશ સેગમેન્ટ વોલ્યુમ 15 માસના તળિયે છે. જ્યારે ફ્યુચર અને ઓપ્શનના વોલ્યુમમાં પણ ધરખમ ઘટાડો થતાં છેલ્લા બે વર્ષના તળિયે વોલ્યુમ જોવા મળી રહ્યું છે.નિફ્ટી અને સેન્સક્ષના બધા જ ઇન્ડાઇસીસ તૂટી રહ્યા છે.
વિશ્વભરમાં ચાલી રહેલી ટેરિફ વોર ની પ્રતિકૂળ અસર બજાર પર જોવા મળી રહી છે.જો શેર બજારનો ઘટાડો વધારે તીવ્ર થશે તો સરકારને એસ.ટી.ટી.ની આવકમાં તો ઘટાડો નિશ્ચિત પણે થશે પરંતુ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની આવક પણ ઘટવાનું અનુમાન છે. કારણ કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી મંદીને કારણે ટ્રેડરો લોસમાં ચાલી રહ્યા છે.અગાઉનો પ્રોફિટ તો ધોવાઈ જ ગયો છે માટે ટેક્સની આવકમાં પણ ઘટાડો થવા ની શક્યતા છે.
એફ.આઈ.આઈ.નું સતત વેચાણ બજારને વધવા દેતું નથી.જાતે જાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.બજારમાં પણ મંદી વાળા હાવી થઈ ગયા છે.
ભારતીય શેરબજારનો મુખ્ય આધાર હવે સ્થાનિક નાણાકીય સંસ્થાઓ પર છે. જે એફ.આઈ. આઈ. સામે બાથ ભીડી લગભગ દરરોજ ખરીદી કરી રહી છે. આવા સંજોગોમાં રિટેલ ઇન્વેસ્ટર બજારમાંથી ગાયબ થતો જોવા મળી રહ્યો છે. એસ.આઈ.પી. ગ્રોથ પણ અટકવાની શક્યતા છે. જોકે હજી સુધી રીડમ્પશન જોવા મળતું નથી.જો મોટાપાયે એ રીડમ્પશન મ્યુચ્યુઅલ ફંડમાં આવશે તો બજાર વધારે ખરાબ થશે પરંતુ આવી શક્યતા ઘણી ઓછી છે એવું બને કે એસ.આઈ.પી. ટેમ્પરરી સ્ટોપ થાય પરંતુ થોડુક પણ બજાર સુધરશે તો ફરી પાછા એસ.આઈ.પી.નો ઈન્ફ્લો વધી શકે છે.
માર્ચ 2025 સુધીમાં પરિસ્થિતિનો અંદાજ આવશે ત્યાર પછી ચોથા ક્વાર્ટરના પરિણામો પર પણ બજારની રૂખ ખબર પડશે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેર બજારના વોલ્યુમમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નવા ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડીગ અકાઉન્ટ ખોલવવાની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.કોઈપણ ભાવે શેર ખરીદનારાઓ ને બીજા દિવસે જ શેરના ભાવો તૂટતા જોવા મળતા નાનો રોકાણકાર બજારથી દૂર થતો જોવા મળી રહ્યો છે.પ્રાઇમરી બજાર પર પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે.આઇ.પી.ઓ આવવાની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. એકંદરે શેર બજારની ગતિવિધિ ધીમી પડી રહી છે.આવનારા દિવસોમાં પરિસ્થિતિ માં સુધારાની આશા શેર બજાર અને નાના-મોટા રોકાણકારો રાખી રહ્યા છે.