Abtak Media Google News

મજુરી કામ કરી પેટિયું રડતા પરિવારમાં કલ્પાંત: પુત્ર સહિત બે ઘાયલ

મોરબી પાસે માળીયા મીયાણા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ઠોક કરી લેતા દંપતીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર અને પુત્રના મામા ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ માળિયામાં રહેતા અને ખેત મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા વેલસીંગભાઇ મંગળસિંહ રાઠવા તથા તેમના પત્ની રજીબેન અને તેમનો પુત્ર મનીષ તથા તેમનો સાળો માનસિંગ એમ ચારે એક બાઈક પર માળીયા મીયાણા રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે આ બાઈકને લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત ના પગલે બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા માળિયા મિયાણા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી. જાડેજા અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બાલાસરા સહિતનો પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે દંપતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગંભીર રીતે ઘાયલ બાળક અને તેના મામાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  પોલીસે ઘટનાની નોંધ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.