વેરાવળમાં કાળમુખા ટ્રકે સાયકલ સવારને હડફેટે લેતા મોત

0
32

ભાવનગરમાં રોંગ સાઈડમાં આવતા બાઈકે ટક્કર મારતા યુવાન કાળનો કોળ્યો બન્યો 

વેરાવળમાં કાળમુખા ટ્રકે સાયકલ સવારને હડફેટે લેતા પ્રૌઢનું મોત નિપજ્યું છે. તો બીજા બનાવમાં ભાવનગરમાં રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકે અન્ય બાઇકને ટક્કર મારતા યુવાનને કાળ ભેટ્યો છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં દોલતપ્રેસ શેરી નંબર-4માં રહેતા અને નગરપાલિકાના કર્મચારી હરિલાલ નારણભાઇ આંજણી નામના પ્રૌઢ સાયકલ લઈને જૂનાગઢ રોડ પાસે સુઝુકીના શો-રૂમ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન ત્યાંથી નીકળેલા જીજે-04-એક્સ-9123 નંબરના ટ્રક ચાલકે હરિલાલને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

તો અન્ય બનાવમાં ભાવનગરના ગુંદી કેરિયા ગામે રહેતા અશોક હીરાભાઈ વાઘેલા નામનો યુવાન પોતાનું જીજે-04-સીડી-7865 બાઇક પર જતો હતો ત્યારે રોંગ સાઈડમાંથી આવેલા જીજે-05-એડી-2585 વિષ્ણુ ભીમા ચૌહાણ નામના બાઇક ચાલકે યુવાનના બાઇકને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા અશોક વાઘેલાનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here