- વાલક બ્રિજ પર એક કારે 3 બાઈક સાથે પાંચ લોકોને ઉડાવ્યા
- એક વ્યક્તિનું ઘટના સ્થળે મો*ત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરતના આઉટર રીંગરોડ પર વાલક બ્રિજ પર રાત્રિના સમયે એક કારે 3 બાઈક સાથે પાંચ લોકોને અડફેટે લીધા હતા. ત્યારે ગંભીર ઇજાના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે મો*ત થયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકોને હોસ્પીટલે ખસેડ્યા હતા. તેમજ ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો,સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મો*ત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિજનના જણાવ્યાં મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું.
ઈજાગ્રસ્ત લોકોમાં એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ગંભીર હાલતમાં છે, જેમાં બેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત છ લોકોમાંથી બે સગા ભાઈએ દમ તોડ્યો મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલા વાહનોનો પણ કડુચલો બોલી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાખરા કાર ચલાવતો હતો.
ઘટનાસ્થળે પહેલા પહોંચનાર મગનભાઈ સૂતરિયાએ જણાવ્યું હતું કે, અમને ફોન આવ્યો હતો કે તમારા પરિવારજનોનું એક્સિડન્ટ થયું છે. હું બ્રિજ પર પહોંચ્યો ત્યારે એમને પોલીસવાળા જવા દેતા ન હતા. જેના પગલે અમે આગળથી યુ-ટર્ન લઈને ગયા હતા, ત્યારે બાઈકોની હાલત જોતા ખૂબ જ ગંભીર માહોલ હતો. પહેલી નજરે જ એવું લાગ્યું કે આ અકસ્માતમાં જે અડફેટે આવ્યા છે તે કોઈ બચ્યું જ નહીં હોય! આગળ જતા અમારા પરિવારના બે લોકો ગંભીર હાલતમાં હતા અને એક તો ત્યાં જ મરી ગયો હતો. તેના નાના ભાઈ બચી શકે એવી હાલત હતી એટલે તેને લઈને જતા હોસ્પિટલમાં તેનું પણ મોત થયું. જે કાર પૂરપાટ આવેલી હતી તે ખૂબ જ તૂટી ગઈ હતી. આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ગીર સોમનાથ અને સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરીયામાં 48 વર્ષીય અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા પરિવાર સાથે રહેતા હતા. અશ્વિનભાઈ નાના ભાઈ કમલેશ, પત્ની, એક દીકરો અને એક દીકરી સાથે અહીં રહેતા હતા. અશ્વિનભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતાં, જ્યારે કમલેશભાઈ નોવેલ્ટીની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતા હતા. આ પરિવાર પહેલા ધરમનગર રોડ પર રહેતું હતું. બાર દિવસ પહેલા જ અહીં ફ્લેટ રાખ્યો હતો અને અહીં રહેવા આવ્યા હતા. આ સાથે જ અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.