- એસ.વી.યુ.. એમ. આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં
વર્ષ 2015 માં સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ને એક આગવી વૈશ્વિક ઓળખ મળે, નાના માં નાના ઉત્પાદકો ને નિકાશ વેપારની તક મળે તે માટે એસ.વી.યુ.. એમ. આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન શરુ કરવામાં આવ્યું. 2015 થી 2024સુધીમાં કુલ 10 વેપાર મેળા નું આયોજન થયું જેમાં લગભગ 60 દેશોમાંથી 1200 કરતા વધુ બિઝનેસ ડેલિગેટ્સ રાજકોટ આવ્યા. હજારો કરોડ નો નિકાસ વેપાર શરુ થયો અને મોટી સંખ્યા માં વિદેશી ગ્રાહકો રાજકોટ આવતા થયા. નાના નાના ઉદ્યોગકારો અને નિકાસકારો કે જે વિદેશમાં જઈને મોટા ખર્ચ કરીને માર્કેટિંગ કરી સકતા નથી તેમને ઘર આંગણે નજીવા દરે નિકાસ વેપાર વધારવાની તક મળી.
એસ,વી,યુ,એમ 2025 આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં તારીખ 11થી 13 આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વખત શ્રીલંકાના સિલોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિલ્ડરર્સના 14 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ભાગ લેશે આ પ્રતિનિધિ મંડળ તેમની બિલ્ડીંગ મટીરીયલ્સ, મશીનરી સહીત ની તમામ જરૂરિયાતો કે જે અત્યાર સુધી ચાઈનાથી ખરીદી કરતુ હતું તે ભારત તરફ વળી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ સીરામીક, સેનેટરીવેર, હાર્ડવેર, બાથ ફિટેટિંગ, ક્ધસ્ટ્રક્શન મશીનરી, લિફ્ટ, પ્લમ્બિંગ સહિતની ક્ધસ્ટ્રક્શન ને લગતી તમામ પ્રોડક્ટ્સ માં રસ ધરાવે છે જે સૌરાષ્ટ્ર માટે એક મોટી વ્યાપારી તક લઈને આવે છે. વધુ વિગત માટે પ્રશાંત છાયા મોબાઈલ નંબર 7990541118 ઉપર સંપર્ક કરવા તથા આવી રહેલ 150 જેટલા વિદેશી ડેલિગેટ્સ ની વિગતો માટે WWW.SVUMSHOW.COM વેબસાઈટ ની મુલાકાત લેવા જણાવાયું છે.