Abtak Media Google News

દીકરીઓ રાત્રે ગરબે ઘુમી સુરક્ષિત ઘરે પહોચે છે: દેશના શાંત અને સલામત રાજયમાં ગુજરાતની ગણના

અબતક,રાજકોટ

કોઇ પણ રાજ્યની સમૃદ્ધિ અને વિકાસના પાયામાં સૌથી મહત્વની વાત છે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને નાગરિકોની સલામતી. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. તેના પાયામાં રાજ્યમાં પ્રવર્તતી શાંતિ અને સુરક્ષા રહેલી છે. રાજ્યની દીકરીઓ રાત્રે ગરબા ઘૂમીને સુરક્ષિત ઘરે પહોંચે છે તે ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાત રાજ્યની ગણના દેશના શાંત અને સુરક્ષિત રાજ્યમાં થાય છે. આટલી મજબૂત રાજ્યની સુરક્ષાનો પાયો રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો, જેને આજે જાળવી રાખ્યો છે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે. કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારે સરહદી એવા ગુજરાત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરથી ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે. રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા લોકોની સુવિધા માટે ઈ-એફ.આઇ.આર. શરૂ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા વધારવા માટે રાજ્યમાં સીસીટીવીનું મોટુ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી-ટીમની રચના કરવામાં આવી છે. રાજ્યમાં બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓ ડામવા માટે સરકારે પોક્સો હેઠળ ઝડપથી કેસીઝ ચલાવ્યા છે.

શી-ટીમ

મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા રાજયમાં તમામ શહેર/જીલ્લામાં  શી-ટીમ કલાક કાર્યરત છે.  મહિલાઓ અને બાળકીઓની છેડતી અને પજવણી જેવા ગુના બનતા અટકાવવા માટે સ્કૂલ, કોલેજ, બાગ- બગીચા, વગેરે જાહેર સ્થળો પર જઇ શી-ટીમની કામગીરીથી વાકેફ કરવામાં આવે છે.   શી-ટીમમાં ફરજ પરના અધિકારીશ્રી /કર્મચારી મહિલાને લગતી ગુનાની માહિતી મળતા તુરંત જ ગુનાવાળી જગ્યાએ પહોંચી જાય છે.

 શી-ટીમ દ્રારા મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે,

ભોગ બનનાર મહિલાનુ નામ ગુપ્ત રાખવામાં આવે છે, અને તેની સાથે સહાનુભૂતિ / સંવેદનશીલ વર્તન કરવામાં આવે છે.

પીક-અપ અવર્સ, બાગ-બગીચા, સ્કુલ-કોલેજ શરૂ થવાના તથા છુટવાના સમયને ધ્યાને લઇ તેને અનુરૂપ ખાતે પેટ્રોલીંગ રાખવામાં આવે છે, તેમજ ખાનગી કપડામાં હાજર રહી સામાજીક તત્વો ઉપર જરૂરી વોચ રાખી જો વિધાર્થીનીઓને હેરાન પરેશન કરતા જાણાઇ આવે તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

બસ સ્ટેન્ડ, સ્કુલ, કોલેજ, ટયુશન કલાસીસ, મોલ્સ, સીનેમાઘર, બાગ-બગીચા, શાક માર્કેટ, ખરીદી બઝાર, ધાર્મિક સ્થળો, મહિલા પી.જી હાઉસ-હોસ્ટેલ જેવી જગ્યાઓ તેમજ તહેવારો અને મેળાઓના સમયે સયમાંતરે ડ્રીલ્સનુ આયોજન કરવામાં આવે છે.

04 6

પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકલા રહેતા સીનીયર સીટીઝન્સની નિયમીતપણે મુલાકાત લઇ તેઓની સગવડ, સુરક્ષા, અને આરોગ્ય વગેરે બાબતેની કાળજી પણ શી-ટીમ દ્રારા રાખવામાં આવે છે.

મહિલા પોલીસ સ્ટેશન, ડાયલ 100 નંબર, 181 મહિલા અભયમ તરફથી મળતી મહિલા અંગેની ટેલીફોન વર્ધી અને ફરીયાદની ત્વરીત કામગીરી શી-ટીમ દ્રારા કરવામાં આવે છે.

રાજ્યમાં તમામ જિલ્લા અને શહેરોના કુલ 480 પોલીસ સ્ટેશનમાં 585 શી-ટીમ કાર્યરત છે, જેમાં 3087 પોલીસ કર્મચારી અને અધિકારીઓ કાર્યરત છે.

પોક્સો

રાજ્યમાં બાળકોના ગુન્હામાં પોક્સો હેઠળ કામગીરી કરવામાં આવે છે. મહિલાઓ અને બાળકો વિરૂધ્ધના અત્યાચારના અને બળાત્કારના બનતા બનાવોમાં તપાસની કામગીરી સમયસર થાય તથા ઝડપથી ચુકાદો આવે તે માટે અસરકારક મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવેલ છે.

આ કમિટી દ્વારા સગીર બાળાઓ ઉપર બળાત્કારના બનાવોમાં યોગ્ય રીતે ફરીયાદ નોંધાય અને ઝડપી તપાસ થાય તે સુનિશ્ચિત કરે છે. સાથે જ ચાર્જશીટ સમય સર ફાઇલ થાય, તપાસ દરમિયાન એફ.એસ.એલ.ના રિપોર્ટ તુરત જ મળી રહે તેનું ધ્યાન રાખે છે.

સરકાર દ્વારા સગીર બાળા ઉપર બનતા અત્યાચારના ગુનાઓની તપાસમાં યોગ્ય સુપરવિઝન થાય અને પોલીસ કમિશનર તથા રેન્જ કક્ષાએ ગુના દિઠ સમીક્ષા કરવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ સગીર બાળાઓ ઉપર તથા બળાત્કાર ગુનાની તપાસ 60 દિવસમાં પુરી કરવા અને 45 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ સબમીટ થાય કરી તાત્કાલિક સંબધિત જિલ્લા/શહેરના પોલીસ અધિક્ષકશ્રી/નાયબ પોલીસ કમિશનર ક્ક્ષાના અધિકારીએ સંભાળવાની રહેશે.

તમામ કેસોમાં ઝડપી  ચાર્જશીટ થાય છે. તેમજ ભોગ બનનારને વળતર મળી રહે તે માટે વળતર રિપોર્ટ પોલીસ દ્વારા સમયસર કરવામાં આવે છે.

વિશ્વાસ પ્રોજેકટ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા CCTV VISWAS Project અંતર્ગત રાજ્યના 33-જીલ્લા મુખ્ય મથકો, 6-યાત્રાધામો અને  VISWAS Project, કેવડિયા કોલોની ખાતે 7000 જેટલા CCTV Camera લગાડી,  CCTV Camera આધારિત સુરક્ષા અને સમન્વિત પરિવહન નિયંત્રણ વ્યવસ્થા (CCTV Camera “u Traffic Management System ) સ્થાપિત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ગુજરાતના નાગરિકોની સુરક્ષા સુશ્ચિત કરવા માટે રાજ્ય પોલીસ દળમાં 10,000 Body Worn Camera અને 15 Drone based Camera નો ઉમેરો થયેલ છે.

જાહેર માર્ગ પર લગાવવામાં આવેલ CCTV Camera, પોલીસના ગણવેશ પર લગાડેલ Body Worn Camera અને આકાશમાં ઉડતા based Camera એમ ત્રણેય પ્રકારના કેમેરાની આંખથી ત્રિનેત્ર સ્વરૂપે ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટેની ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

Statue of Unity,  દ્વારા હીટ એન્ડ રન અને માર્ગ અકસ્માતના 959 કેસ, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના 672 કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ ના 1501 કેસો,  તેમજ અન્ય ગુન્હા બાદની તપાસના 536 કેસો મળીને કુલ 3600 થી વધુ કેસો શોધવામાં મદદરૂપ થયેલ છે.

CCTV   પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં વર્ષ 2018ની તુલનામાં વર્ષ 2021માં તમામ ચોરીઓના કેસો શોધવાના દરમાં અંદાજે 13 % નો વધારો, લૂંટના કેસો શોધવાના દરમાં અંદાજે 13%નો વધારો, ધાડના કેસો શોધવાના દરમાં અંદાજે 4% નો વધારો, ઘરફોડના કેસો શોધવામાં અંદાજે 7%નો અને રમખાણો/તોફાનો ના આરોપીઓને પકડવામાં અંદાજે 3% નો વધારો થયેલ છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા CCTV Camera નો ઉપયોગ તેમજ કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે ચોક્સાઇ પૂર્વક મોનીટરીંગ કરવા માટે થાય છે. રાજ્યમાં દરેક જિલ્લાની પોલીસ દ્વારા આ પ્રકારના કુલ 3200 થી વધુ ધાર્મિક પ્રસંગો, તહેવાર, સરઘસ, મેળા વખતે અસરકારક  ટ્રાફીક નિયમન માટે પ્રસંગો દરમ્યાન CCTV Camera નો અસરકારક ઉપયોગ કરવામાં આવેલ છે.  CCTV   પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ CCTV Camera ની ઝફિરરશભ ખફક્ષફલયળયક્ષિં જુતયિંળ તેમજ માર્ગ સલામતીના અન્ય અસરકારક પગલાઓના પરિણામે, રાજ્યમાં માર્ગ અકસ્માતોના કેસોમાં વર્ષ 2018ની તુલનામાં વર્ષ 2021માં અંદાજે 19% જેટલો ઘટાડો થયેલ છે. આ સમયગાળા દરમ્યાન માર્ગ અકસ્માતના કારણે થતી ઇજાઓમાં અંદાજે 21% તેમજ મૃત્યુમાં અંદાજે 7% જેટલો ઘટાડો થયેલ છે.

જાહેર જગ્યાએ CCTV Camera હોવાથી ગુન્હેગારો વિરૂધ્ધ Body Worn Camera  ઉભા કરવામાં અને જાહેર જનતામાં સુરક્ષા અને સલામતીની ભાવના જગાવવામાં મદદરૂપ થયેલ છે.

CCTV  પ્રોજેક્ટ દ્વારા લોકોમાં બિહેવિયરલ ચેન્જ પણ જોવા મળી રહ્યો છે.

માર્ગ સલામતી અંગે લોકો જાગૃત થયેલ છે, વાહન ચાલકો હવે ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળે છે, યોગ્ય નિયમ મુજબની સ્પીડમાં કાળજીપૂર્વક વાહન ચલાવે છે તેમજ પોતાના વાહનને પાર્ક કરવામાં પણ ધ્યાન રાખે છે અને યોગ્ય જગ્યાએ જ વાહન પાર્ક કરે છે. દ્વિચક્રી વાહન ના ચાલકો હવે નિયમિત હેલ્મેટ પહેરે છે તેમજ કારચાલકો સીટ બેલ્ટ બાંધીને  જ વાહન ચલાવવાનું પસંદ કરે છે.

લોકોના રોડ વપરાશના વ્યવહારમાં સુધારો થયેલ છે. ટ્રાફિક જંકશન પર CCTV Camera લગાવવાથી હવે લોકો યિમ તશલક્ષફહ નો ભંગ કરવાનું ટાળે છે અને ટ્રાફિકના નિયમોનું ગંભીરતાથી પાલન કરે છે.

ઈ-એફ.આઇ.આર

નાગરીકોને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ માં સરળતા રહે તે હેતુથી ગુજરાત પોલીસનો નવો અભિગમ છે ઈ-એફ.આઇ.આર

તારીખ.23/07/2022ના રોજ ગાંધીનગર ખાતેમાન. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમા વાહન ચોરી અને મોબાઇલ ચોરી માટે E-FIR સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે.

07 2

ગુજરાત રાજ્ય પોલીસના સિટીઝન પોર્ટલ અને સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશનની ઇ-એફ.આઇ.આર સેવા થકી નાગરીકો ઘરે બેઠા વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ કરી શકશે.

ઇ-એફ.આઇ.આર અંતર્ગત નાગરીકને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત રહેતી નથી. નાગરીક ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશ એપના માધ્યમથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકે છે. નાગરીકે નોંધાવેલ ઇ-એફ.આઇ.આર.ની તપાસની અંગેની સ્થિતિ તેઓના પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એસ.એમ.એસ થી મોકલવામાં આવશે.

48 કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. વાહન ચોરીના કિસ્સામાં ચોરાયેલ વાહન અંગેની જાણ વિમા કંપનીને પણ કરવામાં આવશે. નાગરીકની ફરીયાદ ની તપાસ 21 દિવસમાં પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. જેથી નાગરિકોના ચોરાયેલ વાહનના વીમાની રકમ ઝડપથી મેળવી શકશે. ઈ-એફ.આઇ.આર અંતર્ગત તા.23/07/2022 થી 25/08/2022 સુધીમાં કુલ 454 એફ.આઇ.આર. નોંધવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.