Abtak Media Google News

કોરોના પછીની આર્થિક સ્થિતિમાં ધરખમ સુધારો થયો છે. નિયમો હળવા કરાતા ફરી આર્થિક પ્રવૃત્તિ ધમધમતા બજાર ટનાટન રહેવા તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે આ દરમિયાન સરકારની તિજોરી પણ છલોછલ થઈ ઉઠી છે. માત્ર 3 માસના ગાળામાં સરકારને આવકવેરાની 2.40 લાખ કરોડ અને એક્સાઈઝ ડ્યૂટીની 1.01 લાખ કરોડની આવક થઈ છે. નાણા મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે સરકારે એપ્રિલ-જૂન ગાળામાં એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ. 1.01 લાખ કરોડથી વધુનો સંગ્રહ કર્યો છે, જ્યારે પ્રત્યક્ષ વેરાની વસૂલાત રૂ. 2.41 લાખ કરોડથી વધુ કરી છે.

કરવેરાની વસૂલાતની વિગતો આપતાં લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, કસ્ટમ્સ ડ્યુટીમાંથી 41,831 કરોડ અને એક્સાઈઝ ડ્યુટીમાંથી રૂ. 1,01,564 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે. 2020-21માં, કસ્ટમ્સ ડ્યુટી અને એક્સાઈઝ થકી અનુક્રમે રૂ. 1.34 લાખ કરોડ અને રૂ. 3.89 લાખ કરોડથી વધુની આવક થશે. ગયા વર્ષે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી હતી.

વર્ષ 2021-22નો આર્થિક સર્વે જાહેર; 11%ના વૃધ્ધિદરનો આશાવાદ

જેના પગલે એક્સાઇઝમાંથી આવકમાં વધારો થયો હતો. સીધા કરવેરા સંગ્રહની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં (એપ્રિલ-જૂન) લગભગ 1.21 લાખ કરોડ રૂપિયા અને રૂ. 1.20 લાખ કરોડથી વધુનો સંગ્રહ કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત આવકવેરા (પીઆઈટી) તરીકે થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.