Abtak Media Google News

ચાર ભાઇ બીડી અને સિઘ્ધાંત ચુનાનું બેરોકટોક ઉત્પાદન કરતા એક શખ્સની ધરપકડ

બોટાદના ભાવનગર રોડ પર રેલવે ફાટક પાસે હરી ઓમ સોાલર પાસે રહેણાંક મકાનમાં નકલી ચાર ભાઇ બીડી અને સિઘ્ધાંત ચુના બનાવવાનું કારખાનું ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી રૂ. ૨.૮૫ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ બોટાદ શહેરમાં નકલી બીડી અને ચુના બનાવવાનું કૌભાંડ ધમધમતું હોવાનું કંપનીના ઓથોરાઇઝને ઘ્યાને આવતા એલ.સી.બી. ના સ્ટાફને જાણ કરતાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બોટાદના ભાવનગર રોડ પર રહેતો નિલેશ વાલજી મેખીયા નામનો શખ્સ નકલી ચાર ભાઇ બીડી અને સિઘ્ધાંત ચુનો બનાવતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો છે.

દરોડા દરિમયાન  મકાનમાંથી રૂ. ૨.૮૫ લાખની કિંમતનો ચુનાનો જથ્થો, તમાકુ અને ખાખી બીડી વાળવાના પાદનો જથ્થો કબ્જે કરી નિલેશ વાલજી મેખીયાની ધરપકડ કરી ચાર ભાઇ બીડી અને સિઘ્ધાંત ચુનાના કોપી રાઇટના ભંગ બદલ કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.