Abtak Media Google News

ભાઈને મળી પરત પુત્ર સાથે આવતી વેળાએ પથ્થરના ઘા ઝીંકી  ઢીમ ઢાળી દીધું: બે વર્ષનો પુત્ર ગંભીર

 

અબતક,રાજકોટ

સરધાર હરીપર માર્ગ પર  પરપ્રાંતીય  શ્રમિક યુવકની  પથ્થરના   ઘા ઝીંકી  કરપીણ હત્યા નિપજાવી તેના બે વર્ષનાં માસુમ પુત્રને મારમાર્યાની  આજી ડેમ  પોલીસ મથકમાં ફરિયાદ નોાંધાય છે.  પોલીસે  અજાણ્યા  શખ્સો સામે  હત્યાનો ગુનો નોંધી વિવિધ   દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે.

મુળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનાં વતની અને  વર્ષથી સરધારના હરેશ પાનસુરીયાની વાડી વાવતા વિરસિગ મહોબતસિંગ સિંગાળ આમના 23 વર્ષીય શ્રમિક યુવાન ની  અજાણ્યા શખ્સોએ સરધાર હરીપર રોડ પર  પથ્થરના ઝીંકી હત્યા કરી નાખી હતી. આજી ડેમ પોલીસે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

આજીડેમ પોલીસે મૃતકની પત્નિને  શંકાના  પરિધમાં રાખી પૂછપરછ આદરી

પોલીસેની પ્રાથમિક તપાસમાં મૃતક વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ પર બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો. જયાંથી  પરત વાડીએ જતો હતો ત્યારે સરધાર હરીપર રોડ પર રોડની સાઈડમાં કોઈ અજાણ્યા શખ્સોએ તેને  પથ્થરનાં ધા ઝીંકી હત્યા કરી નાખી હતી. વિરસિંગ અને તેના પુત્ર સચિનને રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરતા તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

108નાં તબીબે સ્થળ પર જ વિરસિંગને મૃત જાહેર કર્યો હતો. જયારે ઈજાગ્રસ્ત  તેના પુત્રએ સચિનને સિવિલ ખસેડાયો હતો. વિરસિંગ પાસેથી મળેલા આધાર કાર્ડનાં આધારે તેની ઓળખ મેળવી પોલીસે તેની પત્ની જાનુબેનને જાણ કરી હતી. બાદ પોલીસે તેની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હત્યાનો ભોગ બનનાર વિરસિંગને સંતાનમાં બે પુત્ર છે. સૌથી મોટો પુત્ર સચીન બે વર્ષનો છે. તેનાથી નાનો અશ્વિન બે માસનો છે.  પોલીસે ફોરેન્સીક નિષ્ણાંત  પોસ્ટમોર્ટમ કરાવી માથાની ઈજા દેખીતી હોવાથી અને નજીકમાં જ જેનાથી હત્યા થઈ તે પથ્થર મળી આવ્યો છે. હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  પોલીસને આ ઘટનાના નજરે જોનાર કોઈ સાક્ષી મળ્યા નથી એટલું જ નહીં સ્થળ આસપાસ સીસીટીવી ફુટેજ પણ નહી હોવાથી હત્યારાઓ વિશે પણ કોઈ માહિતી મળી નથી. આ સ્થિતિમાં વિરસિંગની કોણે અને કયા કારણસર હત્યા કરી તેના પુત્ર પર કયા કારણથી હુમલો કર્યો તે સહિતનાં મુદ્દે રહસ્ય સર્જાયું છે. આજી ડેમ પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવનાર  જાનુબેનના મૃતક વિરસીંગ સાથે પૂન: લગ્ન થયા હોવાનું બહાર આવતા પોલીસે જાનુબેન શંકાના પરિધમાં રાખી પૂછપરછ  હાથ ધરી છે.  ગંભીર રીતે ઘવાયેલા પુત્રને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાા આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.