Abtak Media Google News

મારો ચગે કે પતંગ કેવો સરકરર…. ભારતીય સંસ્કૃતિમાં પર્વનું ખુબ મહતવ છે…! જો આ સંસ્કૃતિમાંથી પર્વને કાઢી લેવામાં આવે તો જીવ વિનાનું શરીર બની જાય જેની કોઇ કિંમત નથી હોતી ! આવું મનમોહક પર્વ એટલે ઉતરાયણ પર્વ…! જેને સૌ લોકો પતંગનું પર્વ કહે છે… ઓળખે છે..! પરંતુ ઉતરાયણ માત્રને માત્ર પતંગનું પર્વ નથી પરંતુ તેની પાછળ ઘણી વાતો અને ઘણાં સંદેશ છુપાયેલા છેે, જે માનવ જીવન માટે અને માનવ સઁવેદન માટે ખૂબ ઉપયોગી બની રહે છે…!

ઉતરાયણ પર્વના આમાં 3-3 નામ છે. એક ઉતરાયણ, બીજું મકર સંક્રાંત અને ત્રીજું ગામડાના લોકો તેને ખીસર ના નામથી ઓળખે છે..! વળી, બીજી ખાસિયત એ છે કે, ભારતના કોઇ પર્વ તારીખ પર નહી તિથિ પર આવે છે. તેમાં એક માત્ર ઉતરાયણ પર્વ જ એકમાત્ર ઉતરાયણ પર્વ જ એક એવું પર્વ છે કે 14મી જાન્યુઆરીના રોજ આવે છે…! એ બાબત પણ વિશિષ્ટ છે.

ઉતરાયણ પર્વને પતંગ ચગાવવાનો પર્વ પણ કહ્યો છે પતંગ, ચગાવવી એ તો માત્ર એક રૂપક છે.. પરંતુ તેની પાછળનો આશય ઉત્તમ છે..!  આ દિવસે લોકો ઘરનાં અગાસી કે છાપરા પર ચડે છે. એ રીતે વધુને વધુ સમય સૂર્ય પ્રકાશ તેમને પ્રાપ્ત થાય, જેમ મહિલાઓ ઘરમાં રહેલું અનાજ સૂર્ય પ્રકાશમાં રાખી શુઘ્ધ કરે છે, તેમ, શરીરને પણ તપાવવું જોઇએ. અને એ રીતે શુઘ્ધ કરી, ચકશકિત તાંબા જેવું બનાવી શકાય..! આમ શરીરને સૂર્ય પ્રકાશ મળતા તે સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત પણ બને છે. એ કાર્ય માટે પતંગને નિમિત બનાવી છે. જો પતંગ ચગાવે તો જ લોકો અગાસી  પર જાય ને તો જ સૂર્ય પ્રકાશનો લાભ મળી શકે. આવા ઉમદા આશય ભારતીય પર્વોમાં રહેલા હોય છે.

ઉતરાયણના દિવસે લોકો શેરડી, ચીકી, શાની, ઝીંઝરા, બોર, ખજુર, મમરાના લાડુ, તલ સાંકળી, તલના લાડુ, તાજા અને મીઠા ફળો વિ. પણ ભરપુર ખાય છે. ખાસ કરીને તેલી ખોરાક લેવાય છે. તેની પાછળ પણ વિજ્ઞાન રહેલું છે. આપણા શરીરના હાડકા સાંધા સરળતાથી મૂવ થઇ શકે તે માટે ઓઇસીંગ કરવું જરુરી છે. આ ઓઇલ માંડવી, તલ જેવા પદાર્થોમાંથી મળી રહે છે. એ ઉપરાંત જુદા જુદા વિટામીન મળી રહે તે માટે ફળો અને લીલા શાકભાજીને પુષ્કળ માત્રામાં કાચેકાચા કે રાંધી ઉંધીયું બનાવીને ખવાય છે. આ ખોરાક દ્વારા પણ માનવ કલ્યાણનો સંદેશ આપ્યો છે.

દિલિપભાઈ આર.પંચોલી
ગૌતમ સ્કૂલ-રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.