- હૈદરાબાદના ચારમીનાર નજીક ગુલઝાર હાઉસમાં ભીષણ આગ
- આગ લાગતા 17 લોકો જીવતા ભુંજાયા
- અનેક લોકો દાઝયા
રાજ્યભરમાંથી અવાર નવાર આગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ આગ ચારમીનાર નજીક ગુલઝાર હાઉસ પાસે આવેલી એક ઇમારતમાં લાગી હતી. આ ઘટનામાં 17 લોકોના બળી જવાથી મો*ત નિપજ્યાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અનુસાર માહિતી મુજબ, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 17 લોકોના બળી જવાથી મો*ત નિપજ્યાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ, એવી શંકા છે કે આગ બિલ્ડિંગમાં લગાવેલા ACમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હશે. હાલમાં, ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે આગ બુઝાવવામાં રોકાયેલી છે. ત્યારે તે જ સમયે, ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 10 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે, આટલા પ્રયત્નો છતાં, આગમાં ફસાયેલા 8 લોકોને બચાવી શકાયા નહીં.
14 લોકોને બચાવી લેવામાં આવ્યા
ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, ચાર પરિવારોના ઘણા લોકો હજુ પણ આ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે. તેમજ તે બધા બળી ગયા છે. આ ઉપરાંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઇમારતમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.
અચાનક એક તણખા
પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારતમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, રાત્રે ખૂબ જ ગરમી હતી અને ઘરમાં લગાવેલા બધા એસી ચાલુ હતા. આના કારણે ઘરનું વાયરિંગ ગરમ થઈ ગયું. આ દરમિયાન, વાયરિંગમાં આગ લાગી અને તેમાંથી નીકળેલી તણખાએ થોડી જ વારમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે લોકોને બહાર ભાગવાનો મોકો પણ ન મળ્યો.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડી ઘટના સ્થળે
આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકર ચારમીનાર નજીક ગુલઝાર હાઉસ પહોંચ્યા હતા. આ ઉપરાંત ચારમીનાર મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય, AIMIM નેતા મુમતાઝ અહેમદ ખાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.