બેડીબંદર રોડ પર ટ્રકમાં આગ ભભૂકી

જામનગરના બેડીબંદર રોડ પર આજે સવારે એક બંધ ટ્રકમાં આગનું છમકલું થયું હતું. ફાયરના જવાનોએ તેને કાબુમાં લીધું હતું. જામનગરના બેડીબંદર રોડ પર આજે સવારે બેડેશ્વરના અબ્બાસભાઈ હુસેનભાઈ નોતીયાર નામના આસામીનો જીજે-૧૩-યુ-૭૯૬૧ નંબરનો ખાલી ટ્રક રાખવામાં આવ્યો હતો. તે ટ્રકમાં કોઈ કારણથી અચાનક આગ ભભૂકતા કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો દોડી ગયા હતાં. આગના કારણે ટ્રકમાં  નુકસાન થયું હતું.