Abtak Media Google News

અબતક,રાજકોટ

દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ શિયાળાની સિઝનનું બિલ્લી પગે આગમન થઈરહ્યું છે. સુકા પવનો ફૂંકાવા લાગતા ચામડી પર તો છેલ્લા એકાદ મહિનાથી શિયાળાની અસર વતાવાલાગી છે. દરમિયાન હવે ક્રમશ: ઠંડીનું જોર વધી રહ્યું છે. ગરમ વસ્ત્રો ધારણ કરવા ડે તેવા દિવસો હવે દૂર નથી. રાજકોટમાં આજે ચાલુ સાલ શિયાળાની સીઝનનું સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતુ. સૌરાષ્ટ્રભરમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતા. ધીમેધીમે હવે ઠંડીનું જોર વધશે ડિસેમ્બર માસમાં હાજા ગગડાવતી ઠંડી પડશે.

રાજકોટમાં આજે મિનિમમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું: આગામી દિવસોમાં ઠંડીનું જોર ક્રમશ: વધશે

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહેવા પામ્યું હતુ પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાક અને ગઈકાલનું મહતમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. આજે સીઝનમાં પ્રથમવાર લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે પટકાયો છે. આગામી દિવસોમાં સતત ઠંડીનું જોર વધતુ રહેશે. હજી એકાદ સપ્તાહ મીશ્ર સીઝનનો અનુભવ થશે. જેમાં વહેલી સવારે અને મોડીરાતે ઠંડીનું અનુભવ થશે અને બપોરનાં સમયે ગરમીનો અહેસાસ થશે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી સ્થિતિનું નિમાણ થઈ રહ્યું છે.ડીસેમ્બર માસમાં કાતીલ ઠંડીનો દૌર શરૂ થશે.

સુકા પવનો ફૂંકાવા લાગતા હવે ચામડી પર તેની અસર વર્તાવા લાગી છે. ચામડી સુકાવા માંડી છે. શિયાળાની ખૂશનુમા સીઝનની શરૂઆત થતા વહેલી સવારે વોર્કીંગમાં નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે શિયાળાની સીઝનમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વાર અગાઉથી જ આપી દેવામાં આવી છે. હવે ધીમેધીમે શિયાળો જમાવટ કરી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.